Homeગુર્જર નગરીઅરવલ્લી: ડુંગર પર સગીરા સાથે શરીર સંબંધ બાંધવા જઈ રહેલા યુવાનને પકડી...

અરવલ્લી: ડુંગર પર સગીરા સાથે શરીર સંબંધ બાંધવા જઈ રહેલા યુવાનને પકડી ઢોર માર માર્યો અને મુંડન કર્યું

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાંથી અવાર નવાર તાલીબાની સજા આપવાના વીડિયો સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા દાહોદમાં પ્રેમી સાથે ભાગી ગયેલી મહિલા ઉપર એક પુરુષને બેસાડી તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, એટલું જ નહીં તેને નગ્ન કરી ગામમાં ઘુમાવવામાં આવી હતી અને તેનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. હવે આનાથી થોડી અલગ ઘટના અરવલ્લી જિલ્લામાં બની છે.

અરવલ્લી માલપુરના મેવાડા ગામના કેટલાક લોકો એકઠા થયા અને એક યુવાનને પકડી ઢોર માર મારવામાં આવ્યો. માર માર્યા બાદ આ યુવાનની મુંડનવિધિ કરવામાં આવી. તેને સૌની સામે બદનામ કરવામાં આવ્યો. પણ આવું શા માટે? આ યુવક પર આક્ષેપ લાગ્યો છે કે તે એક સગીરા સાથે શારીરિક સંબંધ બાંધવા માટે તેને ડુંગર વિસ્તારમાં લઈ ગયો હતો.

આ ઘટના પ્રકાશમાં પણ વીડિયોના કારણે જ આવી. સગીરાને લલચાવી ફોસલાવી ડુંગર પર જઈ શરીર સંબંધ બાંધવા ઈચ્છુક બનેલા આ યુવકને કેટલાક લોકોએ પકડી માર માર્યો અને મુંડન કર્યું, તેનો કોઈએ વીડિયો ઉતારી લીધો હતો. આ સજાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને તેના પર ભાત ભાતની પ્રતિક્રિયાઓ આવી રહી છે. વીડિયોમાં જ યુવાન ડુંગર પર યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવા માટે જઈ રહ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. જોકે બીજી એક ઘટસ્ફોટ કરતી વાત એ છે કે જે યુવાન પર આક્ષેપ લાગ્યા છે તે ખૂદ પરિણીત છે. જ્યારે સામે યુવતી સગીરા છે.

જોકે ઘટનાનો વીડિયો વાઈરલ થયા બાદ કાયદેસરની પોલીસ કાર્યવાહી થઈ શકે છે. સજા આપવાનો અધિકાર કોર્ટને છે ત્યારે વારંવાર આવા તાલીબાની હરકતના વીડિયો વાઈરલ થાય છે, જેમાં જે તે વ્યક્તિ સાથે ક્રુરતા આચરવામાં આવી હોય છે. પછી ભલે તે પુરુષ હોય કે સ્ત્રી હોય. આ ઘટના અંગે પોલીસને પણ કોઈ સૂચિત કરતું નથી. તેની જગ્યાએ લોકોએ કાયદો હાથમાં લેતા તેને માર માર્યો અને મુંડન પણ કર્યું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments