Team Chabuk-Gujarat Desk: ખેડા જિલ્લાના મહુધામાં ધોરણ 12ની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીનું રોડ અકસ્માતમાં મોત નિપજ્યું છે. અકસ્માતની આ ઘટના મહુધા રેસ્ટ હાઉસ ચોકડી નજીક બની છે. જેમાં નડિયાત તરફથી પૂરપાટ ઝડપે રોંગ સાઈડમાં આવી રહેલા ધોરણ 12ના વિદ્યાર્થીનો કાર સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે આ ઘટના ગઈકાલે સોમવારે બપોરે 3 વાગ્યાની આસપાસ બની હતી. જેમાં બે યુવકો ટુ-વ્હીલર પર નડિયાદથી મહુધા રેસ્ટ હાઉસ ચોકડી તરફ રોંગ સાઈડમાં આવી રહ્યા હતા જે દરમિયાન ટુ-વ્હીલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
બન્ને વિદ્યાર્થીઓ રોંગ સાઈડમાં આવી રહ્યા હતા તે દરમિયાન કઠલાલ તરફથી એક અલ્ટો કાર નડિયાદ તરફ જઈ રહી હતી. બાઈક ચાલકે બાઈક પરથી કાબુ ગુમાવતા તેનું બાઈક સીધુ કાર સાથે જઈને અથડાયું હતું. આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં ધો.12 ની પરીક્ષા આપવા જઈ રહેલા નીલકુમાર પટેલનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે પાછળ બેઠેલા યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરના જણાવ્યા પ્રમાણે યુવકની સ્થિતિ સ્થિર હોવાનું જણાવ્યું હતું.

સમગ્ર મામલે મહુધા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે મૃત્યુ પામનાર યુવકને પીએમ માટે મહુધા સીએચસી પર ખસેડવામાં આવ્યો હતો.
પરિવાર આઘાતમાં
અકસ્માતમાં મૃત્યુ પામના નીલ પટેલના પિતાનું પાંચ વર્ષ પહેલા મૃત્યુ થયું હતું. તેનો મોટો ભાઈ હાલ મહુધા કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. માતા ઘરકામ કરે છે. યુવકને સોમવારે ધોરણ 12નું પેપર હતું. આમ પાંચ વર્ષમાં પરિવારના બે સભ્યો ગુમાવતા માતા-પુત્ર પણ આઘાતમાં સરી પડ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
