Team Chabuk-Gujarat Desk: સુરતના પાંડેસરા વિસ્તારમાં રાત્રે ધોરણ 12ના વિદ્યાર્થીનું બસની અડફેટે મોત થયું. બસમાં ચડતી વખતે વિદ્યાર્થી પગ લપસતા પટકાયો હતો અને સીટી બસના પૈડાં તેના પર ફરી વળ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો અને બસ પર પથ્થરમારો કર્યો હતો. જેને લઈને રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. બીજી તરફ બસચાલક બસ મુકી ફરાર થઈ ગયો હતો.
બનાવની જાણ થતાં પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરા તેરેનામ ચોકડી પાસે ધોરણ 12માં ભણતો વિદ્યાર્થી વિનશ મૌર્ય ટ્યુશનેથી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન પાંડેસરાના તેરેનામ ચોકડી પાસે મહાનગરપાલિકાની સિટી બસની રાહ જોઈ રહ્યો હતો. સિટી બસ આવતા તે બસમાં ચઢવા ગયો અને અચાનક લપસી જતા નીચે પડકાયો અને જોતજોતામાં જ બસ તેના પરથી પસાર થઈ ગઈ. આરોપ છે કે, આ દરમિયાન બસ ચાલકે બસ રોકવાની જગ્યાએ કંઈ પણ જોયા વગર બસ આગળ ચલાવી દીધી હતી. લોકોનો આરોપ છે કે, બસ ચાલકની બેદરકારીના કારણે જ અકસ્માત સર્જાયો હતો.
દુર્ઘટનાના પગલે આસપાસથી તમામ લોકો એકત્ર થઈ ગયા હતા. 108ને બોલાવી વિદ્યાર્થીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જો કે, વિનસને બચાવી શકાયો ન હતો. તબીબોએ ટૂંકી સારવાર બાદ વિનશને મૃત જાહેર કર્યો હતો.
બીજી તરફ રોષે ભરાયેલા લોકોએ બસ ઉપર પથ્થરમારો કર્યો હતો અને બસમાં તોડફોડ કરી હતી. જેને લઈને બસને ભારે નુકસાન થયું હતું. જો કે, લોકોના ગુસ્સાને જોઈ બસ ડ્રાઇવર બસ મૂકી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં પાંડેસરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ટોળાને વિખેરી ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો.
તો આ સમગ્ર મામલે વિદ્યાર્થીના પરિવારે પણ રોષ વ્યક્ત કર્યો હતો અને સિટી બસ ડ્રાઇવર સામે કડક પગલાં લેવા માગણી કરી હતી. પોલીસે સિટી બસના ડ્રાઇવર સામે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ જવાનજોધ દીકરાના મૃત્યુથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. અકસ્માતે મોતને ભેટેલો વિનસ સામાન્ય પરિવારમાંથી આવતો હતો. તેના પિતા વિજય મોર્ય એક કારખાનામાં નોકરી કરે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત