Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના સુખનાથ ચોક પાસે બનેલી હીટ એન્ડ રનની ઘટનામાં વધુ એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. મહિલાની હત્યા કેસમાં નવો ખુલાસો થયો છે કે, પુત્રના મિત્ર સાથે અનૈતિક સંબંધમાં આડખીલી બનતી મહિલાનું મહિલાએ જ ઢીમ ઢાળી દેવાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
જૂનાગઢના સુખનાથ ચોકમાં તાજેતરમાં જ એક મહિલાને એક કારે અડફેટે લીધી હતી. દુર્ગટનામાં મહિલાનું મોત થયું હતું જ્યારે અકસ્માત સર્જનાર વાહનચાલક ફરાર થઈ ગયો હતો. પ્રથમ દ્રષ્ટીએ સમગ્ર મામલો હીટ એન્ડ રનનો લાગી રહ્યો હતો. જેથી પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી હતી. જો કે, જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ તેમ ઘટના હત્યા હોવાનું જાણવા મળ્યું.
પોલીસ કારના નંબરના આધારે કારના ચાલક સુધી પહોંચી હતી. આદિલખાન નામના શખ્સને ઝડપી લીધો હતો. આદિલની કડક પૂછપરછ કરતાં આરોપીએ હત્યાની વાત સ્વીકારી હતી. તેણે સ્વીકાર્યું હતું કે, મહિલા આરોપીને અન્ય મહિલા સાથેના સંબંધમાં અને વ્યવહારમાં આડે આવી રહી છે. જેથી તેની હત્યા કરી દીધી છે. હત્યા અંગે કોઈને શક ન થાય એટલે આરોપીએ મામલો અકસ્માતમાં ખપાવવાની કોશિશ કરી હતી. જોકે, પોલીસ તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું હતું. હવે આ સમગ્ર કેસમાં એક મહિલાનું પણ નામ ખુલ્યું છે. પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ કરી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.
હત્યાની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, એક સફેદ રંગની કાર પૂર ઝડપે આવી રહી છે. બીજી તરફ એક મહિલા રસ્તાની સાઈડ પર ચાલી રહી છે. આ દરમિયાન કારચાલક મહિલાને જોરદાર ટક્કર મારે છે. ટક્કર એટલી જોરદાર છે કે, મહિલા ઉછળીને રસ્તા પર પટકાય છે. ત્યારબાદ કારચાલક કાર રોકવાને બદલે કારના પૈડાં મહહિલા પર ફેરવી દે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે.
જૂનાગઢઃ સુખનાથ ચોકમાં મહિલાની હત્યા મામલે મહિલાની ધરપકડ, પુત્રના મિત્ર સાથે હતો અનૈતિક સંબંધ, મહિલા આડખીલી બનતા ઢીમ ઢાળી દીધુ#Junagadh pic.twitter.com/ot18ZTaTbd
— thechabuk (@thechabuk) September 22, 2022
ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. બીજી તરફ હાજર લોકો મહિલાની મદદે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108ની મદદથી મહિલાને હોસ્પિટલ ખસેડી હતી. જો કે, ત્યાં સુધીમાં મહિલાનું મોત થયું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત