Team Chabuk-Gujarat Desk: જામનગરમાં એક વ્યક્તિએ જાહેરમાં જ પોતાની સાળીને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી. આ મુદ્દે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો, જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલા સિલ્વર સોસાસટીમાં સવાર સમયે એક મહિલાની હત્યા કરી દેવાઈ હતી. 36 વર્ષીય કરીમા સિપાઈ નામની મહિલાને તેનો જ બનેવી ફિરોઝ ઉર્પે મુન્નાભાઈએ ઉપરા છાપરી છરીના ગા ઝીંકી દીધા હતા. હુમલો કરીને ફિરોઝ ફરાર થઈ ગયો હતો. બીજી તરફ મહિલાને 108ની મદદથી તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાઈ હતી. જો કે, મહિલાના હોસ્પિટલ પહોંચાડી ત્યાં સુધીમાં તેનું મોત થઈ ચુક્યું હતું.
બીજી તરફ બનાવની જાણ થતા જ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી ફિરોઝને તેની પત્ની સાથે વારંવાર ઝઘડા થતા હતા. ફિરોઝને એવું હતું કે, ઘરમા ઝઘડા તેની સાળીના કારણે થઈ રહ્યા છે. જેથી ફિરોઝે તેની સાળીને મોતને ઘાટ ઉતારી દીધી છે.
આ સમગ્ર મુદ્દે આગામી સમયમાં ચોંકાવાનારા ખુલાસા થઈ શકે છે. આરોપી ઝડપાયા બાદ કેસમાં વધુ વિગતો સામે આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
