Homeગામનાં ચોરેચીનમાં boeing 737 વિમાન ક્રેશ, 133 મુસાફરો હતા સવાર

ચીનમાં boeing 737 વિમાન ક્રેશ, 133 મુસાફરો હતા સવાર

Team Chabuk-International Desk: ચીનમાં મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે. ચીનનું બોઈંગ (boeing) 737 એરક્રાફ્ટ ક્રેશ થયું છે. ઘટના સમયે વિમાનમાં કુલ 133 મુસાફરો સવાર હતા. ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે અને કેટલા લોકો બચ્યા છે તે વિશે હજી કોઈ માહિતી મળી નથી.

ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા પ્રમાણે ચીનનું boeing 737 કુનમિંગ (Kunming) થી ગુઆંગઝુ (Guangzhou) તરફ જઈ રહ્યું હતું. તે દરમિયાન Guangxi વિસ્તારમાં વિમાન ક્રેશ થયું છે. વિમાન ક્રેશ થઈને જંગલ વિસ્તારમાં પડ્યું છે જેથી જંગલ વિસ્તારમાં પણ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.

MU 5735 વિમાને દક્ષિણ પશ્ચિમ ચીનના યુન્નાન વિસ્તારથી કુનમિંગ શહેરના Changshui એરપોર્ટથી બપોરે 1.15 વાગ્યે ઉડાન ભરી હતી અને 3 વાગ્યે સુધીમાં Guangdong વિસ્તારના ગુઆંગઝુ પહોંચવાનું હતું. પરંતુ ગંતવ્ય સ્થાને પહોંચે તે પહેલાં જ દુર્ઘટના સર્જાઈ.

ન્યૂઝ એજન્સી Xinhuaના જણાવ્યા પ્રમાણે, વિમાન દુર્ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે. જે વિમાન દુર્ઘટનાનો શિકાર થયું છે તે માત્ર સાડા છ વર્ષ જ જુનું હતું. જૂન 2015માં એયરલાઈન્સે તેને ખરીદ્યુ હતું. MU 5735માં કુલ 162 સીટ હતી જેમાંથી 12 બિઝનેસ ક્લાસ અને 150 ઈકોનોમી ક્લાસની સીટ હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments