Team Chabuk-National Desk: એક મહિના પહેલાં લખનઉના બરાબિરવા ચાર રસ્તા પર એક યુવતીએ કેબ ચાલકની પીટાઈ કરી હતી. હવે આવી જ એક અન્ય ઘટના પણ લખનઉમાં બની છે. જે કે, આ વખતે એક યુવક યુવતીની પીટાઈ કરી રહ્યો છે. યુવતીની બેરહેમીથી પીટાઈ કરતા યુવકનો વીડિયો વાયરલ થયો છે જે બાદ તેના પર ફિટકાર વરસી રહી છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, એક મેટ્રો સ્ટેશન નીચે એક યુવક યુવતી ઝઘડી રહ્યા છે. યુવક યુવતીને થપ્પડ ફટકારી રહ્યો છે. યુવતી મદદ માટે બૂમો પાડી રહી છે જો કે, આસપાસમાં હાજર લોકો યુવતીની મદદે નથી જઈ રહ્યા. કેટલાક લોકો માત્ર વીડિયો બનાવી રહ્યા છે અને તમાશો જોઈ રહ્યા છે. મામલો વધુ આગળ વધતા કેટલાક લોકોએ યુવકનો વિરોધ પણ કર્યો. જો કે, યુવકના ગુસ્સાને જોઈને તે લોકો ત્યાંથી રફૂચક્કર થઈ ગયા હતા. આ દરમિયાન પણ યુવક યુવતીને ફટકારી રહ્યો હતો. બીજી તરફ યુવતી બૂમો પાડી રહી છે કે ભાઈ મને બચાવી લો. તે યુવકની પકડમાંથી છૂટવાની કોશિશ પણ કરી રહી છે પરંતુ યુવકની સામે તે એટલી શક્તિ એકઠી કરી શકતી નથી.
થોડીવાર બાદ અન્ય એક શખ્સ વચ્ચે પડે છે અને યુવતીને યુવકની પકડમાંથી છોડાવે છે. આ દરમિયાન ભીડ વધતી જાય છે. આ જોઈને યુવક યુવતીને અપશબ્દો બોલતો-બોલતો જતો રહે છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી ગઈ હતી. અને આરોપી યુવકને ઝડપી લીધો હોવાનો દાવો પણ કર્યો હતો.
Video Viral: लखनऊ की थप्पड़ गर्ल और चप्पल वाली महिला के बाद लात-घूसों वाला युवक, चारबाग मेट्रो स्टेशन पर युवती को जमकर पीटा, लड़की पर छेड़ने का लगाया आरोप@raafiyanaz @anuragupta06@JagranNews pic.twitter.com/NbSmdrx4ll
— Saurabh shukla (@CsSaurabhshukla) September 14, 2021
એક પોલીસ અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, વાયરલ વીડિયો સોમવારનો છે. વીડિયોના આધારે આરોપી યુવકને ઝડપી લેવાયો છે. ઝડપાયેલા યુવકનું નામ ઉજ્જ્વલ હાંડા હોવાનું સામે આવ્યું છે. તેણે પૂછપરછ દરમિયાન પોલીસને કહ્યું કે, તે જ્યારે મેટ્રો સ્ટેશન પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એક યુવતી મોઢા પર દુપટ્ટો બાંધીને ત્યાં ઉભી હતી. યુવકે દાવો કર્યો કે, યુવતીએ તેને જોઈને અભદ્ર ટીપ્પણી કરી હતી.
પોલીસે કહ્યું કે, ઉજ્જવલની ધરપકડ કરી લેવાઈ છે જો કે, હજુ સુધી યુવતીનો કોઈ પતો લાગ્યો નથી. તેની તપાસ ચાલું છે. જો યુવતી આરોપી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવશે તો તે મુજબ પોલીસ આગળની કાર્યવાહી કરશે. જો યુવતી ફરિયાદ નહીં નોંધાવે તો શાંતિભંગના આરોપસર યુવક વિરૂદ્ધ કાર્યવાહી થશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત