Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરઃ લીંબડીના કટારિયામાં વીજળી પડતાં પિતા-પુત્ર સહિત એક જ પરિવારના ત્રણના મોત

સુરેન્દ્રનગરઃ લીંબડીના કટારિયામાં વીજળી પડતાં પિતા-પુત્ર સહિત એક જ પરિવારના ત્રણના મોત

Team Chabuk-Gujarat Desk:  સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના કટારિયા ગામે વીજળી પડતા પિતા-પુત્ર સહીત એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતાં સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે. હજુ અઠવાડિયા અગાઉ જ વીજળી પડવાથી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં બે અને ધ્રાંગધ્રા તાલુકામાં એક વ્યક્તિનું મોત થયું હતું. અઠવાડિયામાં જ બીજી ઘટના બનતા ગામલોકોમાં પણ ભયનો માહોલ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં અઠવાડીયા અગાઉ જ વીજળી પડવાથી લીંબડી તાલુકામાં એક જ દિવસમાં બે લોકોના મોત થયા હતા. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

બનાવની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા ત્રણેય મૃતકોને લીંબડી સરકારી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયા હતા. મૃતકોમાં 27 વર્ષીય અક્ષય હરેશ બાધણિયા, 52 વર્ષીય હરેશ છગન બાધણિયા અને 28 વર્ષીય હેતલ કલ્પેશ મેણિયાનો સમાવેશ થાય છે.

આ તરફ ચોરણિયામાં મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. લીંબડી તાલુકાના ચોરણિયામાં વીજળી પડતા મહિલાને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.  વીજળી પડતા 45 વર્ષીય ગામી કંચન માવજીભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments