Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરઃ મિલકત માટે માતાની હત્યા અને પિતા પર જીવલેણ હુમલાનો કેસ,...

સુરેન્દ્રનગરઃ મિલકત માટે માતાની હત્યા અને પિતા પર જીવલેણ હુમલાનો કેસ, પુત્રને મદદ કરનારો શખ્સ ઝડપાયો, માતાને ઉંઘમાં જ આપ્યું હતું મોત !

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના મેરા ગામે સાવકી માતાની હત્યા તેમજ પિતાની હત્યાનો પ્રયાસ કરનારા પુત્રની ધરપકડ બાદ પોલીસે વધુ એક આરોપીને ઝડપી લીધો છે. પુત્રની પૂછપરછ દરિમયાન આ ગુનામાં મદદગારી કરનારા ધ્રાંગધ્રાના ગાંજણવાવના શખ્સનું નામ સામે આવ્યું છે. આ શખ્સે ભગતને છરીના ઘા માર્યા હતા.

પાટડી તાલુકાના મેરા ગામમાં રાત્રી દરમિયાન ઉંઘી રહેલી સાવકી માતા પર પુત્રએ હુમલો કર્યો હતો. જેમા માતાનું મોત થયું હતું. જ્યારે આરોપીના પિતા પર પણ હુમલો થયો હતો. જેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

આ કેસમાં પોલીસે ઘટનાસ્થળે ઝીણવટ ભર્યુ નિરીક્ષણ અને ખાનગી બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં ગુનામાં ફરીયાદી બનેલા બાબુ પાલા વાઘેલા પર શંકા જતા તેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન બાબુ વાઘેલાએ ગુનો કબૂલ્યો હતો. વધુ પુછપરછમાં ધ્રાંગધ્રાના ગાંજણવાવ ગામના જગદીશ ઉર્ફે જગો લવજીભાઇ ચાવડાએ પણ મદદગારી કર્યાનું સામે આવ્યું હતું. આથી ધ્રાંગધ્રા ડીવાયએસપી અને એલસીબી ટીમે જગદીશને પણ ઝડપી લીધો હતો.

પોલીસ પૂછપરછમાં આરોપી બાબુએ કબૂલ્યું હતું કે, સાવકી માતાને તે ઘરે આવે એ ગમતું ન હતું. માતાપિતા તેની સાથે ઓરમાયું વર્તન કરતા હતા. તેણે કહ્યું કે, “પિતા માતાનું કીધુ જ કરતા આથી મને સતત તેઓ તરફ નફરત થતી હતી. બે મહિના અગાઉ મેરા ગામની સીમમાં પિતાની સંયુક્ત જમીન વેચતા રૂ.32 લાખ આવ્યા હતા જેમાં પિતાના ભાગે 8 લાખ આવ્યા હતા. હુ પૈસાની તંગી હોવા છતા પિતા પ્રોપર્ટીમાંથી પૈસા આપતા ન હોવાથી કંટાળી ગયો હતો. આથી માતાપિતની હત્યા કરવાનું નક્કી કર્યું હતું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments