Homeતાપણુંબજેટ સત્ર ‘ગરમ’: પુંજા વંશ ગૃહમાંથી 7 દિવસ માટે સસ્પેન્ડ, કોંગ્રેસનું વોક...

બજેટ સત્ર ‘ગરમ’: પુંજા વંશ ગૃહમાંથી 7 દિવસ માટે સસ્પેન્ડ, કોંગ્રેસનું વોક આઉટ

Team Chabuk-Gujarat Desk: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે ગૃહમાં હંગામો થયો. હંગામાં વચ્ચે કોંગ્રેસના ઊનાના ધારાસભ્ય પુંજા વંશને સસ્પેન્ડ કરી દેવાયા. આજે પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી પ્રશ્નનો યોગ્ય ઉત્તર નહીં મળતાં બેઠક છોડી નીચે બેસી ગયા હતા. જેને લઈને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી બોલ્યા હતા કે, આવી દાદાગીરી ન ચલાવી લેવાય.

હર્ષ સંઘવીના આ શબ્દો સાથે જ ગૃહનો માહોલ ગરમ થયો હતો. કોંગ્રેસના સભ્યો ઊભા થઈ હોબાળો મચાવ્યો હતો. જેની સામે ભાજપે પણ વિરોધ કર્યો હતો. કોંગ્રેસના સભ્યએ મંત્રીઓ સામે હાથ કરી નોંધ ના લેવાય તેવા શબ્દ બોલતા જ બધા મંત્રીઓ ઉશ્કેરાઈ ગયા હતા. મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ શબ્દો પાછા ખેંચવા અધ્યક્ષને સૂચન કરતા અધ્યક્ષે શબ્દો પાછા ખેંચવા કહ્યું હતું. અંતે પુંજા વંશે શબ્દ પાછા ખેંચી કહ્યું હતું કે ગૃહમંત્રીની બોડી લેંગ્વેજ તેમની ભાષા પણ શોભે એવી નથી. અંતમાં, અધ્યક્ષ નીમાબેન આચાર્યએ મામલો શાંત પાડી દીધો હતો.

ત્યારબાદ વિધાનસભા ગૃહમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને બિનસંસદીય શબ્દનો પ્રયોગ કરવા બદલ કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશને 7 દિવસ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો. ભાજપ વિધાનસભા પક્ષના દંડક પંકજ દેસાઇએ પુંજા વંશને અપશબ્દ બોલવા બદલ સાત દિવસ માટે બરતરફ કરવાની દરખાસ્ત મૂકી હતી. જે દરખાસ્ત બહુમતીના જોરે પસાર કરવામાં આવી હતી.

તો બીજી તરફ પુંજા વશને સસ્પેન્ડ કરાતા કોંગ્રેસના તમામ સભ્યો સૂત્રોચ્ચાર સાથે વોકઆઉટ કરી ગયા હતા. કોંગ્રેસનો આરોપ છે કે, પુંજા વંશે તેમને ઉચ્ચારેલા બિનસંસદીય શબ્દ પાછા ખેંચી લીધા હતા તેમ છતાં પ્રશ્નોતરી પૂર્ણ થતાં જ તેમને 7 દિવસ માટે સસ્પેન્ડ કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments