Team Chabuk-Gujarat Desk: અમદાવાદના ધંધુકામાં થયેલી હત્યાના પડઘા બોટાદ અને સુરેન્દ્રનગર સુધી પડ્યા છે. હત્યાના વિરોધમાં બોટાદ જિલ્લાના રાણપુર અને સુરેન્દ્રનગરમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. બોટાદમાં સવારથી જ બજારો બંધ જોવા મળી રહ્યા છે. હત્યાના વિરોધમાં પાડવામાં આવેલા બંધને લોકો સમર્થન આપી રહ્યા છે.
RSS વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળે બંધની જાહેરાત કરી છે જેને મુસ્લીમ સમાજે પણ સમર્થન આપ્યું છે. આરોપીઓને તાત્કાલિક ઝડપી લેવા તમામ સંગઠને માગણી કરી છે. બીજી તરફ ધંધુકા શહેરમાં માલધારી સમાજના યુવકની અજાણ્યા શખ્સોએ કરેલી હત્યા કેસમાં પોલીસે બે શંકાસ્પદ આરોપીઓને ઝડપી લીધા છે.
સમગ્ર બનાવની વાત કરીએ તો તાજેતરમાં જ કિશન ભરવાડ નામનો યુવક તેના જુના ઘર પાસેથી પસાર થતો હતો ત્યારે બે અજાણ્યાં શખસોએ આવીને ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવકનું હોસ્પિટલમાં લઈ જતા જ મોત થયું હતું. ઘટનાને પગલે સમગ્ર ધંધુકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
આરોપ છે કે, થોડા દિવસ પહેલા મૃતક યુવક કિશને એક ધર્મ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કરી હતી. આ વાતની અદાવત રાખી કેટલાક શખ્સોએ કિશનને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ સમગ્ર મુદ્દે VHPએ કહ્યું હતુ કે, કિશન ભરવાડની અન્ય ધર્મના લોકોએ હત્યા કરી હતી કારણ કે તેઓ તેમની વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટ માટે તેમના પર ગુસ્સે હતા. ગુજરાત VHPના કેટલાક નેતાઓ ગુનેગારોની તાત્કાલિક ધરપકડ માટે દબાણ કરવા ધંધુકા પહોંચ્યા, અને દાવો કર્યો કે ભરવાડને સોશિયલ મીડિયા પોસ્ટ માટે નિશાન બનાવવામાં આવ્યા હતા.
બીજી તરફ ઘટનાની નોંધ ખુદ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પણ લીધી છે. તેમણે ગુરૂવારે ટ્વીટ કરીને યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી અને સાથે જ બે શંકાસ્પદ લોકોની અટકાયત થઈ ગઈ હોવાની પણ માહિતી આપી હતી. હાલ આ સમગ્ર કેસમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત