Team Chabuk-Gujarat Desk: સ્ટીલ ઉદ્યોગમાં મોટું નામ ધરાવતી આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઈન્ડિયા કંપની ગુજરાતમાં રૂ.1.66 લાખ કરોડનું સુચિત મુડીરોકાણ કરવાની જાહેરાત કરી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતીમાં આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લિમીટેડે રાજ્યમાં વિવિધ ૬ પ્રોજેક્ટસમાં રૂ. 1.66 લાખ કરોડના સૂચિત રોકાણો અંગે MoU કર્યા હતા.

૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦રર અંતર્ગત ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લિમીટેડ વચ્ચે થયેલા આ MoU પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા વતી સી.ઇ.ઓ શ્રી દિલીપ ઓમેને હસ્તાક્ષર કર્યા હતા.
ક્યા ક્યા પ્રોજેક્ટમાં કેટલુ રોકાણ?
આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લિમીટેડ દ્વારા ૬ સૂચિત પ્રોજેક્ટસમાં રોકાણના MoU કર્યા છે. તેમાં..
• હઝિરા ખાતેની હયાત કેપ્ટીવ જેટીના એક્સપાન્શન અને મોર્ડનાઇઝેશન માટે રૂ. ૪ર૦૦ કરોડ
• હાલના 8.6 MMTPAના સ્ટીલ મેન્યૂફેકચરીંગ પ્લાન્ટની ક્ષમતા વધારીને 18 MMTPA કરવા માટેના રૂ. ૪પ હજાર કરોડ
• સુરતના સુવાલી ખાતે ગ્રીન સ્ટીલ પ્લાન્ટને કેપ્ટીવ પોર્ટ કેપેસીટી સાથેના એક્સપાન્શન માટે રૂ. ૩૦ હજાર કરોડ
• કીડીઆબેટ સુરતમાં સ્ટીલ સિટી અને ઇન્ડસ્ટ્રીયલ કલસ્ટર માટે રૂ. ૩૦ હજાર કરોડના રોકાણોનો સમાવેશ થાય છે.
રિન્યુએબલ એનર્જીમાં પણ મોટું રોકાણ
આર્સેલર મિતલ નિપોન સ્ટીલ દ્વારા રાજ્યમાં વિવિધ સ્થળોએ કુલ ૧૦ ગીગાવોટ રિન્યુએબલ પાવર જનરેશન પ્લાન્ટ અંદાજે રૂ. ૪૦ હજાર કરોડના રોકાણ સાથે ઉભા કરાશે. જેમાં હાઇબ્રીડ, સોલાર અને વિન્ડ એનર્જી ત્રણેયનો સમાવેશ થવાનો છે. આ પ્લાન્ટસ પૈકી પ્રથમ તબક્કામાં ભાવનગર જિલ્લાના કાનાતળાવ ખાતે રર૦૦ મેગાવોટના પ્લાન્ટ માટે પણ આ MoU થયા છે. સુરતના હઝિરામાં અન્ય એક ડાઉન સ્ટ્રીમ, કોક ઓવન પ્રોજેક્ટસમાં પણ રૂ. ૧૭ હજાર કરોડનું રોકાણ આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા દ્વારા થવાનું છે.

કેટલી રોજગારી મળશે?
આ બધા જ પ્લાન્ટમાં કુલ મળીને અંદાજે 1.80 વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર અવસર પણ પ્રાપ્ત થવાનો અંદાજ છે. ગુજરાત સરકાર આ પ્રોજેક્ટસ સમયસર શરૂ થાય તે માટે લેવાની થતી નિયમાનુસારની જરૂરી પરવાનગીઓ અને અન્ય જરૂરી બાબતો માટે વર્તમાન પોલિસીઝ અને નિયમોને આધિન રહીને આર્સેલર મિતલને સહયોગ કરશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત