Homeગુર્જર નગરીગુજરાતમાં કોરોના સંક્રમણ ધીમુ પડ્યું, સતત બીજા દિવસે 13 હજારથી ઓછા કેસ...

ગુજરાતમાં કોરોના સંક્રમણ ધીમુ પડ્યું, સતત બીજા દિવસે 13 હજારથી ઓછા કેસ નોંધાયા

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં કોરોના વાયરસનુ સંક્રમણ ઘટ્યું છે. સતત બીજા દિવસે રાજ્યમાં કોરોના વાયરસના કેસ 13 હજારથી ઓછા નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 12 હજાર 820 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસમાં કુલ 11 હજાર 999 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે રાજ્યમાં એક દિવસમાં કુલ 140 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં કુલ 1 લખ 47 હજાર 499 એક્ટીવ કેસ છે જેમાંથી 747 દર્દીઓની હાલત ગંભીર છે.

રાજ્યમાં અમદાવાદની સ્થિતિ ગંભીર છે. અમદાવાદમાં એક દિવસમાં વધુ 4 671 લોકો સંક્રમિત થયા છે તો સુરતમાં પણ 1 હજાર 656 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત વડોદરામાં 936 અને રાજકોટમાં 524, જામનગરમાં 712, ભાવનગરમાં 571, મહેસાણામાં 493 અને ગાંધીનગરમાં 317 અને જૂનાગઢમાં 280 નવા કેસ નોંધાયા છે.

200થી ઓછા કેસ

બનાસકાંઠામાં 199, કચ્છમાં 187, મહીસાગરમાં 169, નવસારીમાં 160, ખેડા અને દાહોદમાં 159 કેસ નોંધાયા.

150થી ઓછા કેસ

સાબરકાંઠામાં 141, પાટણમાં 131 કેસ, આણંદમાં 127, વલસાડમાં 125, ગીર સોમનાથમાં 120, મોરબીમાં 110, અરવલ્લીમાં 109, પંચમહાલમાં 108, નર્મદામાં 103, ભરૂચમાં 101 કેસ નોંધાયા.

100થી ઓછા કેસ
અમરેલી અને છોટાઉદેપુરમાં 99, સુરેન્દ્રનગરમાં 71, દ્વારકામાં 50 કેસ, તાપીમાં 49, પોરબંદરમાં 44 કેસ, ડાંગમાં 36, બોટાદમાં 14 નોંધાયા.

રસીકરણ અભિયાન

રાજ્યમાં વેક્સિનેશન અભિયાન પણ તેજ ગતિથી ચાલી રહ્યું છે. રાજ્યમાં સોમવારે એક દિવસમાં 1 લાખ 41 હજાર લોકોને વેક્સિન આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 99 લાખ 41 હજાર લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. જ્યારે કુલ 26 લાખ 31 હજારલોકોએ વેક્સીનના બે ડોઝ લઈ લીધા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1 કરોડ 25 લાખથી વધુ લોકોનું રસીકરણ થયું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments