Team Chabuk-Gujarat Desk: રાજકોટના એક 15 સભ્યોના કોરોનાગ્રસ્ત પરિવારે કોરોના સામે જંગ જીતી સાબિત કરી બતાવ્યું કે, મજબૂત મનોબળ હોય તો બધુ જ શક્ય છે. રાજકોટમાં તાજેતરમાં જ જ્વેલર્સના વ્યવસાય સાથે સંકલાયેલા પ્રવિણ વૈદ્યનો પરિવાર કોરોનાગ્રસ્ત થયો હતો. પરિવારના એક પછી એક એમ 15 સભ્યો કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા જેમાં એક વર્ષથી લઈને 68 વર્ષની ઉંમરના લોકો સામેલ હતા. એટલું જ નહીં પરિવારમાં ચાર સભ્યો ડાયાબિટિસ, કેન્સર અને અસ્થમાથી પીડિત હતા છતાં મક્કમ મનોબળ રાખીને પરિવાર કોરોના સામે જંગ લડ્યો અને જીતી પણ ગયો.
માનસિક રીતે મજબૂત રહી લડવાની જરૂર
વૈદ્ય પરિવારનું કહેવું છે કે, તેમણે એકબીજાના સહકાર અને હિંમતથી કોરોનાને હરાવી દીધો. કોરોનાકાળમાં આ પરિવાર એવા દર્દીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યો છે જેઓ પોઝિટિવ શબ્દ સાંભળીને જ હિંમત હારી જતાં હોય છે. આવા દર્દીઓએ પણ આ પરિવાર પાસેથી શીખ લેવાની જરૂર છે કે, કોરોના સામે માનસિક રીતે મજબૂત રહીને લડવાની જરૂર છે.
ભાડે રાખવું પડ્યું કોવિડ કેર સેન્ટર
પરિવારે કોરોના સામે લડવા માટે 3 BHKનું કોવિડ કેર સેન્ટર ભાડે લીધુ હતું. પરિવારના સભ્યોએ કહ્યું કે, કોરોનાથી ગભરાવાની જરૂર નથી. પ્રોપર ગાઈડલાઈન અને ડોક્ટરની સલાહ મુજબ સારવાર કરો તો તમે કોરોનાને હરાવી શકો છો.
કોરોના શારીરિક, માનસિક, આર્થિક રીતે તોડી નાખે છે
ઘરના સભ્ય અમૃતાબેન વૈદ્યએ જણાવ્યું હતું કે, પહેલા તો કોરોના એવી મહામારી છે કે, તમને શારીરિક, માનસિક અને આર્થિક રીતે તોડી નાખે છે. પરંતુ હા આ પરિસ્થિતિમાં તમારે ગભરાવાની બિલકૂલ જરૂર નથી. અમે પહેલા તો ખૂબ જ ગભરાયા. બાદમાં પોઝિટિવ રહેવાનું ચાલુ કર્યુ.
પરિવાર બન્યો પ્રેરણાસ્ત્રોત
હાલ રાજ્યમાં કોરોના વાયરસ માથું ઉંચકી રહ્યો છે. ગામડાઓમાં સ્થિતિ ખરાબ છે. જ્યાં જુઓ ત્યાં હોસ્પિટલમાં જગ્યા નથી, ઓક્સિજનની અછત છે તેમજ કોરોનાથી થતાં મૃત્યુના અહેવાલો જોવા મળી રહ્યા છે. એવામાં રાજકોટના વૈદ્ય પરિવાર લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત બની ગયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત