Homeગુર્જર નગરીલીંબડી-બગોદરા હાઈવે પર ટ્રક અડફેટે 20 ઘેંટાના મોત, માલધારી સમાજમાં રોષ

લીંબડી-બગોદરા હાઈવે પર ટ્રક અડફેટે 20 ઘેંટાના મોત, માલધારી સમાજમાં રોષ

Team Chabuk-Gujarat Desk: લીંબડી-બગોદરા હાઈવે પર ટ્રક ચાલકે 20 ઘેંટાઓને અડફેટે લેતા મોત થયા છે. જો કે, મોટાભાગના ઘેંટાઓ ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. આ અકસ્માતને લઈ માલધારી સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લીંબડી-બગોદરા હાઇવે ઉપર એક ટ્રક ચાલકે 20 ઘેટાઓને મોત ઘાટ ઉતારી દેતા માલધારી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ માલધારી અમદાવાદથી બગોદરા અને બગોદરાથી લીંબડી તરફ આવી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની છે. આજે તો આ ટ્રકના ચાલકે 20 ઘેટાને કચડી નાખ્યા છે. પરંતુ જો માનવનો યાત્રાળુ સંઘ પસાર થતો હોત તો માનવની પણ આ દશા કરત તેઓ પણ પ્રશ્ન હાલમાં ચર્ચામાં છે.

આ ઘટનાની જાણ થતા જ બગોદરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં હાલ 15થી 20 ઘેટાને ગંભીર ઈજાઓ થતા તેની સારવાર કરવામાં આવી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments