Team Chabuk-Gujarat Desk: વડોદરામાં ફરી એકવાર કરુણાંતિકા સર્જાઈ. પતિ-પત્નીના ઝઘડામાં એક માસૂમને માતા-પિતા બંનેની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. ઘરમાંથી પતિ-પત્નીનો એક સાથે મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે. શહેરના ગોત્રી વિસ્તારમાં આશિષ રાણે નામના યુવકે પહેલા તેની પત્ની આરતી રાણેની હત્યા કરી અને ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી. યુવકનો મૃતદેહ ગળેફાંસો લગાવેલી હાલતમાં હતો જ્યારે પત્નીનો મૃતદેહ જમીન પર પડ્યો હતો. મળતી માહિતી મુજબ બાળકની હાજરીમાં જ પિતાએ તેની માતાની હત્યા કર્યા બાદ પોતે આપઘાત કરી લીધો હોવાની આશંકા છે. જેના કારણે બંને મૃતદેહો વચ્ચે કાલાકો સુધી બાળક રમતું રહ્યું !
ગોત્રી વિસ્તારમાં શિવાલય હાઈટ્સમાંથી પતિ-પત્નીના મૃતદેહ મળી આવ્યા હતા. આશિષ વડાપાંઉની લારી ચલાવી ગુજરાત ચલાવતો હતો. જ્યારે પત્ની ગૃહિણી હતી. પતિ-પત્નીના મોતના સમાચાર મળતા ઉચ્ચ પોલીસ અધિકારીની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી.

આ કેસમાં ચોંકાવનારી વિગતો એ પણ સામે આવી છે કે, જ્યારે પણ મૃતક આશિષ વડાપાંઉની લારીએ ધંધા માટે જાય ત્યારે ઘરે તાળું મારીને પત્ની ઘરમાં જ પૂરીને જતો હતો. છેલ્લા ઘણાં સમયથી પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હોવાનો દાવો છે. હાલ આ સમગ્ર કેસમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત