Team Chabuk-Gujarat Desk: હવામાન વિભાગે આજે (1 જુલાઈ ) રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
હવામાન વિભાગનું માનીએ તો, આજે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત સંઘપ્રદેશ દીવમમાં પણ મેઘરાજા મહેર વરસાવી શકે છે.
30 જૂને રાજ્યના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વિસાવદરમાં 22 કલાકમાં 14 ઈંચ કરતા વધારે વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આ ઉપરાંત જામનગર, અંજાર, કપરાડા, ખેરગામમાં પણ અતિભારે વરસાદ વરસ્યો હતો. હવે વરસાદનો રાઉન્ડ અમદાવાદ અને ગાંધીનગર સહિતના ભાગોમાં આવી શકે છે.
હળવાથી સામાન્ય વરસાદની આગાહી
ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ છે.
નવસારી વરસાદ
નવસારીમાં 24 કલાકના વરસાદી આંકડા (સવારે 6 કલાક સુધી )
નવસારી : 95 mm ( 4 inch )
જલાલપોર : 101 mm ( 4 inch )
ગણદેવી : 125 mm ( 5 inch )
ચીખલી : 158 mm ( 6.5 inch inch )
ખેરગામ : 222 mm ( 9 inch )
વાંસદા : 140 મિમી ( 5.5 inch )
ડાંગ
આહવા : 129 mm ( 5 inch)
સાપુતારા : 104 mm ( 4 inch)
વઘઇ : 132 mm ( 5.5 inch )
સુબિર : 81 mm ( 3.5 inch )
જામનગર
જામનગર તાલુકો – સવા અગિયાર ઈંચ વરસાદ
જોડિયા તાલુકો – પોણા ચાર ઈંચ વરસાદ
ધ્રોલ તાલુકો – ચાર ઈંચ જેટલો વરસાદ
કાલાવડ તાલુકો – પોણા ત્રણ ઈંચ વરસાદ
લાલપુર તાલુકો – બે ઈંચ જેટલો વરસાદ
જામજોધપુર તાલુકો – દોઢ ઈંચ વરસાદ
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા