Team Chabuk-Gujarat Desk: Every woman want to be bride but not a wife.. મતલબ કે દરેક સ્ત્રી દુલ્હન બનવા માગે છે પરંતુ પત્ની નહીં. શમા બિંદુના આ જ વિચારના કારણે તેણે એવો નિર્ણય લીધો છે જેના કારણે તે દેશભરમાં ચર્ચમાં છે. શમા લગ્ન કરવા જઈ રહી છે પરંતુ આ લગ્નની ખાસ વાત એ છે કે, તેમાં કોઈ વરરાજા નહીં હોય ! હા. સમા લગ્ન કરશે પરંતુ પોતાની જાત સાથે જ. સ્વયંવિવાહ.
ગુજરાતમાં સ્વયંવિવાહનો આ પ્રથમ કિસ્સો છે. 11મી જૂને શમા બિદુ હિન્દુ રિતીરિવાજ પ્રમાણે પોતાની સાથે જ લગ્નગ્રંથીથી જોડાશે. જેના માટે તેના માતા-પિતાએ પણ સંમતિ આપી છે. એટલું જ નહીં શમા હનિમૂનમાં પણ જશે. હનિમૂન માટે તેણે ગોવા પસંદ કર્યું છે. લગ્નમાં સામેલ થવા શમાએ પોતાના અંગત મિત્રોને ઓનલાઇન આમંત્રણ આપ્યું છે અને હાલ લગ્નની ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી છે.
શમાએ કહ્યું કે, દેશમાં આ પ્રકારે કોઈ મહિલાએ પોતાની જાત સાથે લગ્ન કર્યાં છે કે કેમ તે તપાસવા ઓનલાઇન ઘણું શોધ્યું પણ કંઈ મળ્યું નહીં. હું પોતે દેશમાં એક માત્ર સ્ત્રી હોઈશ જે સ્વ-પ્રેમનું ઉદાહરણ સ્થાપિત કરીશ. હું મારી જાતને પ્રેમ કરું છું એટલે હું પોતાની સાથે લગ્ન કરવા જઇ રહી છું. 24 વર્ષીય શમા બિંદુ મૂળ બિહારની વતની છે જે છેલ્લા 4 વર્ષથી વડોદરામાં સ્થાયી થઈ છે. વડોદરામાં તે ખાનગી કંપનીમાં સિનિયર રિક્રુટરની નોકરી કરી રહી છે. શમાએ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં બી.એ. સુધીનો અભ્યાસ કર્યો છે.
શમા બિંદુના આ નિર્ણય સામે વિરોધ શરૂ થયો છે. વડોદરા શહેર ભાજપ ઉપપ્રમુખ અને ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર સુનિતાબેન શુક્લએ કહ્યું છે કે, શમાએ આત્મવિવાહ માટે જે જગ્યા પસંદ કરી તે યોગ્ય નથી. 11 જૂને યુવતીના લગ્ન હરિ હરેશ્વર મહાદેવમાં નહીં થવા દઉ. સાથે જ વડોદરા શહેરના કોઇપણ મંદિરમાં પણ તેના લગ્ન નહીં થવા દઉં. આ લગ્ન ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મની વિરૂદ્ઘ છે. જો તેના લગ્ન કરવા હોય તો કોઇ મેરેજ હોલ, બેન્કવેટ કે વિદેશ જઇને કરે, પણ મંદિરમાં તો નહીં જ. જો કે વિવાદ વધે તે પહેલાં જ યુવતીએ સ્પષ્ટતા પણ કરી દીધી છે કે તે મંદિરમાં લગ્ન નહીં કરે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
