Homeગુર્જર નગરીવાપીના આ તબીબને કબીરસિંહ સ્ટાઈલના કારણે જેલમાં જવું પડ્યું, દર્દીનું મોત

વાપીના આ તબીબને કબીરસિંહ સ્ટાઈલના કારણે જેલમાં જવું પડ્યું, દર્દીનું મોત

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં એક તબીબની કબીરસિંહ સ્ટાઈલ તેને જેલ સુધી ખેંચી ગઈ. આક્ષેપ છે કે, દારૂના નશામાં ધૂત તબીબના કારણે દર્દીનું મોત થયું છે. દારૂના નશામાં તબીબે દર્દીની સારવાર કરી અને દર્દીઓના સગાઓ સાથે માથાકૂટ પણ કરી હતી. આ મુદ્દે દર્દીના સગાઓએ પોલીસ ફરિયાદ કરી જે બાદ પોલીસે તાત્કાલિક હોસ્પિટલ પહોંચી તબીબને કાયદાનું ભાન કરાવ્યુ હતું.

વાપી સિટી મલ્ટી સ્પે. હોસ્પિટલની ઘટના

વલસાડના વાપીના વૈશાલી સિનેમાં નજીક આવેલી સિટી મલ્ટી સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલની આ ઘટના છે. જ્યાં રવિવારે આ ઘટના બની હતી.

કોરોનાના શંકાસ્પદ દર્દીની સારવાર ચાલતી હતી

દમણના એક વ્યક્તિને કોરોનાના લક્ષણો જણાતા તેને વાપીની સિટી હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો. રવિવારે મોડી રાત્રે અચાનક દર્દીની તબિયત લથડી હતી. જેથી દર્દીના સગાએ નાઈટ ડ્યૂટીમાં ફરજ બજાવતા ડોક્ટર જિતુ પટેલનનો સંપર્ક કર્યો હતો. આરોપ છે કે, આ દરમિયાન ડોક્ટર જિતુ પટેલ દારૂના નશામાં હતા અને નશામાં જ દર્દીની સારવાર કરવા લાગ્યો હતો. સારવાર દરમિયાન દર્દીનું મોત થતાં મામલો બિચક્યો હતો.

ડૉક્ટરની બેદરકારીથી દર્દીના મોતનો આરોપ

દર્દીના પરિવારે ડોક્ટરની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો. બીજી તરફ ડોક્ટરે દર્દીના પરિવારજનો સામે જીભાજોડી કરી હતી. મામલો વધુ ઉગ્ર બનતા દર્દીના સંબંધીએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ પોલીસે હોસ્પિટલે પહોંચીને પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોધી ડોક્ટરની ધરપકડ કરી હતી.

ડૉક્ટરે લૂલો બચાવ કર્યો

સમગ્ર ઘટના અંગે આરોપી જિતુ પટેલે દાવો કર્યો હતો કે, રવિવારે તેમની ઓફ ડ્યૂટી હતી છતાં તેઓ હોસ્પિટલ આવ્યા. આરોપી ડોક્ટર જિતુ પટેલે કહ્યુ કે, “રવિવારે મારી ઓફ ટ્યૂટી હતી. અન્ય ડોક્ટરની તબીયત ખરાબ હોવાથી તેઓ આવી શક્યા ન હતા. મારે ઈમરજન્સીમાં હોસ્પિટલ આવવું પડ્યું હતું.”

દર્દીનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હતુઃ દર્દીના સગા

દર્દીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, રાત્રે દર્દીનું ઓક્સિજન લેવલ ઓછું થઈ ગયું હતું. તેમની હાલત ગંભીર હતી. આ અંગે સિસ્ટર અને અન્ય સ્ટાફને વાત કરી હતી છતાં ડોક્ટર આવ્યા ન હતા. આખરે ઓન ટ્યૂટી ડોક્ટરે ગેરવર્તન કરીને ગેરવર્તન કર્યું હતું જેથી પોલીસને જાણ કરવાની ફરજ પડી હતી.


તાજેતાજે ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments