Homeગુર્જર નગરીવાપી: ‘મેં તમને નોકરી અપાવી હવે મારા માટે તમે શું કરી શકો...

વાપી: ‘મેં તમને નોકરી અપાવી હવે મારા માટે તમે શું કરી શકો છો?’ કહી ઈન્ચાર્જે મહિલાની છેડતી કરી

Team Chabuk-Gujarat Desk: નોકરીના સ્થળો પર છેડતીના બનાવો વારંવાર બને છે. આવા અસંખ્ય બનાવો સમાજમાં આબરુ જવાની બીકે ડામી દેવામાં આવે છે, પરંતુ કેટલીક વખત પ્રકાશમાં આવી જાય છે. વાપીની કંપનીમાં નોકરી કરતી 26 વર્ષીય મહિલાને પણ આવો કડવો અનુભવ થયો. તેણીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. નોકરી શરૂ કર્યાંના બીજા દિવસથી જ તેનો ઈન્ચાર્જ તેને કનડગત કરતો હતો અને દ્વિઅર્થી ભાષામાં વાતચીત કરી બીભત્સ માગણીઓ કરી પજવતો હતો.

26મી ડિસેમ્બર 2021ના રોજ મહિલા પ્રોસેસિંગ વિભાગમાં કર્મચારીઓની હાજરી લઈ રહી હતી ત્યારે ઈન્ચાર્જ સમાધાન ત્યાં આવી પહોંચ્યો હતો અને કામગીરી કરી રહેલી મહિલાને બિઝનેસ સેન્ટરમાં બોલાવી હતી. અહીંથી આઉટડોર પાસે આવેલા દાદર નજીક લઈ જઈ મહિલાના ગળામાં હાથ નાખી છેડતી કરી, નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપતા મહિલા બે દિવસ સુધી કામના સ્થળે ગઈ નહોતી.

આરોપીએ યુવતીને એકાંતમાં બોલાવી ધમકાવતા કહ્યું હતું કે, ‘મેં તમને નોકરી અપાવેલી છે તો મારા માટે પર્સનલી શું કરી શકો છો? છેડતી કર્યાં બાદ કોઈને જણાવશો તો કોઈ ફર્ક નહીં પડે અને ઘરે બેસવાનો વારો આવશે.’

બે દિવસ સુધી કામના સ્થળે પગ ન મૂકનારી યુવતીએ અંતે પતિને આ અંગે વાત કરી હતી. પતિને આ અંગેની વાત કરતા તેમણે કંપનીના અન્ય અધિકારીઓને પણ આ અંગે વાત કરી હતી. જોકે કોઈ પગલાં લેવામાં ન આવતા સમાધાન નામના છેડતી કરનારા વ્યક્તિ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments