Homeગુર્જર નગરીઆંગડિયા મારફતે 1 લાખની લાંચ માગવાનો રાજ્યનો પ્રથમ કિસ્સો, જાણો સમગ્ર ઘટનાક્રમ...

આંગડિયા મારફતે 1 લાખની લાંચ માગવાનો રાજ્યનો પ્રથમ કિસ્સો, જાણો સમગ્ર ઘટનાક્રમ અંગે

Team Chabuk-Gujarat Desk: લાંચિયા બાબુઓએ હવે લાંચ લેવાની મોડસ ઓપરેન્ડીમાં બદલાવ કર્યો છે.  લાંચિયા બાબુઓ હવે આંગડિયા મારફતે લાંચ લેવાનું શરૂ કર્યું છે.  આંગડિયા મારફતે લાંચ સ્વીકારવાનો ગુજરાતનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે.  નર્મદાના નરખડી ગ્રામ પંચાયતના મહિલા તલાટી નીતાબેન પટેલ અને ખાનગી વ્યકિતએ ભેગા મળી વીજ મીટરની મંજૂરી માટે એક લાખ રૂપિયાની લાંચની માગણી કરી હતી. અરજદાર આ રકમ ચૂકવવા તૈયાર ન હતા જેથી એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરી હતી. લાંચિયા મહિલા તલાટીએ સુરતથી લાંચના રૂપિયા આંગડિયા મારફતે ગાંધીનગર મગાવ્યા હતાં.  એસીબીની ટ્રેપથી બચવા મહિલા તલાટીએ અનેક પ્રયત્ન કર્યા હતા જોકે ACBની ટ્રેપથી બચી શક્યા ન હતાં. આ પ્રકારે આંગડિયા મારફતે લાંચ લેવાનો ગુજરાતનો પ્રથમ કિસ્સો છે.

સુરત ACBની ટીમે નવી મોડેસ ઓપરેન્ડીથી લાંચ લેતા સરકારી અધિકારીને ઝડપી પાડ્યા છે. નર્મદા જિલ્લાના નરખડી ગ્રામ પંચાયતની તલાટી મહિલા અધિકારીને જમીન માલિક પાસે રૂપિયા એક લાખની લાંચ લેવા બાબતે ઝડપી પાડી છે. ACBથી બચવા મહિલાએ લાંચની રકમ આંગણીયા મારફતે ગાંધીનગરમાં મંગાવી હતી.  આ અંગેની જાણ જમીન માલિકે સુરત ACBમાં કરતા ACBએ છટકું ગોઠવી મહિલા અધિકારી અને એક ખાનગી વ્યક્તિને રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

સરકારી કચેરીઓમાં કામ પૂર્ણ કરવા માટે બાબુઓને ખુશ કરવા લાંચ આપવી પડે છે. લાંચિયા બાબુઓ હાઈટેક થઈ ગયા છે. સુરત ACBની ટીમે આવી જ નવી મોડેસ ઓપરેન્ડીથી લાંચ લેનાર મહિલા સરકારી અધિકારીને ઝડપી પાડી છે. નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના નરખડી ગ્રામ પંચાયતની તલાટી નીતા પટેલ સુરત ACBના છટકામાં ફસાઈ ગઈ છે.  નીતા પટેલ દ્વારા રૂપિયા એક લાખની લાંચ જમીન માલિક પાસે ખેતરમાં વીજ મીટર કનેક્શન અને ઘર નં. મેળવવા માટે માંગવામાં આવી હતી. તલાટી નીતા પટેલે લાંચની રકમને હાથોહાથ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેમણે આ લાંચ જમીન માલિક પાસે આંગણીયા વડે ગાંધીનગર ખાતે રહેતા મહેશભાઈ આહાજોલીયા નામના વ્યક્તિને મોકલવા માટે જણાવ્યું હતું. જમીન માલિક લાંચની રકમ આપવા ન માંગતા હોવાથી તેમણે સુરત ACBની ટીમનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.

નર્મદા  જિલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગામમાં ખેતીની જમીન આવેલી છે. જે જમીનની દેખરેખ અને જમીનને લાગતી અન્ય કામગીરી સાંભળી રહયા છે.ત્યારે આ ખેતીની જમીનમાં ખેતીને અનુરૂપ બીયારણ, ખાતર વગેરે સરસામાન મુકવા તેમજ મજુરોને રહેવા માટે પતરાના શેડવાળી ઓરડીઓ બનાવમાં આવી છે. જેમાં વિજ મીટરની જરુરીયાત હોવાથી નરખડી ગ્રામપંચાયતમાં ઘર નંબર ફાળવવા અને જરૂરી મંજુરી મેળવવા અરજી કરવામાં આવી હતી. આ અરજીની કાર્યવાહી આગળ વધતી ન હતી. આ કાર્યવાહી આગળ વધારવા માટે નરખડી ગ્રામ પંચાયતના તલાટી નિતા પટેલ દ્વારા જમીન માલિક પાસે રૂ 1 લાખની લાંચ માંગવામાં આવી હતી.

લાંચની રકમ આંગડીયા મારફતે ગાંધીનગરમાં રહેતા ત્રાહિત ખાનગી વ્યક્તિ મહેશ અમૃતભાઇ આહજોલીયાને આપવા જણાવ્યું હતું. ત્યારે આ અંગે જમીન માલિકે સુરત ACBની ટીમને જાણ કરી હતી.જમીન માલિકની ફરિયાદ મુજબ ACBએ છટકું ગોઠવ્યું હતું.જેમાં ગાંધીનગર આંગણીયા ખાતેથી લાંચની રકમ સ્વીકારનાર મહેશ આહજોલીયાને રંગે હાથ ઝડપી પાડ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments