Homeગામનાં ચોરેલગ્નના 12 વર્ષ બાદ પૂજા નિકળી હસીના બાનો, વાંચો આ ચોંકાવનારી ઘટના...

લગ્નના 12 વર્ષ બાદ પૂજા નિકળી હસીના બાનો, વાંચો આ ચોંકાવનારી ઘટના વિશે

Team Chabuk-National Desk: ઉત્તરપ્રદેશમાં એક ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યા છે. જેની સાથે જગવીરે 12 વર્ષ પહેલા પૂજા તરીકે લગ્ન કર્યા હતા, હવે તેનું અસલી નામ સામે આવ્યું છે. આ નામ સામે આવતા જ જગવીરને ઈસ્લામ સ્વીકારવાનું અલ્ટીમેટમ મળ્યું હતું. ધમકીઓ આપવામાં આવી હતી કે જો તે ઈસ્લામ નહીં સ્વીકારે તો તેનું માથું કાપી નાખવામાં આવશે. પોલીસે ધમકી આપનાર આરોપીની ધરપકડ કરી છે.

12 વર્ષ પહેલા પૂજાના લગ્ન જગવીર સાથે થયા હતા. તેમને બે બાળકો આયુષ અને શગુનનો જન્મ થયો છે. લગ્નના 12 વર્ષ બાદ હવે ખબર પડી છે કે પૂજા પૂજા નહીં પરંતુ હસીના બાનો છે. આ વિચિત્ર કિસ્સો અયોધ્યાના હલકરાના પૂર્વાનો છે. 2 વર્ષ પહેલા જ્યારે પૂજાની ઓળખાણ સામે આવવા લાગી હતી, જગવીરનું માનીએ તો પૂજા ઉર્ફે હસીના બાનોએ તેના પુત્ર આયુષનું નામ શાળામાં અનીસ લખાવ્યું હતું.

જગવીરને આ વાતની ખબર ત્યારે પડી કે જ્યારે એક દિવસ તેને હસીનાને બાળકોને નમાઝ શીખવતી વખતે જોઈ. જગવીરને શંકા જતાં તેણે તેની પત્ની સાથે વાત કરી. આ પછી બંને વચ્ચે ઝઘડો થયો અને પત્ની બંને બાળકોને લઈને યુપીના પ્રતાપગઢ સ્થિત તેના મામાના ઘરે ગઈ. પરત ફર્યા ત્યારે જગવીરને ખબર પડી કે તેના પુત્રની પણ સુન્નત કરવામાં આવી છે. જ્યારે જગવીરે આ અંગે વાંધો ઉઠાવ્યો તો વિવાદ વધી ગયો. આરોપ છે કે, હસીનાના માતા-પિતાએ સ્થાનિક દબંગ રાજુ ઉર્ફે નસીરનો સંપર્ક કર્યો અને જગવીરને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવા કહ્યું. નસીરે જગવીર પર ઇસ્લામ સ્વીકારવા માટે દબાણ કર્યું અને જો તે ન કરે તો તેનું માથું કાપી નાખવાની ધમકી આપી. આ પછી જગવીરે પોલીસમાં ફરિયાદ નોંધાવી. 18 સપ્ટેમ્બરના રોજ પોલીસ દ્વારા નસીરની ધરપકડ કરવામાં આવી.

જગવીરના જીજાજી રામ જન્મ કોરીને ફૈઝાબાદ રેલવે સ્ટેશન પર એક છોકરી મળી હતી, જેણે તેનું નામ પૂજા જણાવ્યું  હતું. યુવતીએ એમ પણ કહ્યું કે, તેના પરિવારમાં કોઈ નથી, તે અનાથ છે. રામ તે છોકરીને લઈને ઘરે આવ્યો અને જગવીરને તેની સાથે લગ્ન કરવા કહ્યું જેથી છોકરીને સપોર્ટ મળી શકે. આ પછી જગવીર અને પૂજાએ પહેલા કોર્ટ મેરેજ કર્યા અને ત્યાર બાદ 2012માં જગવીરે તેની સાથે હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, છોકરી તરફથી લગ્નમાં કોઈ સામેલ થયું ન હતું. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments