Homeગુર્જર નગરીખુશીનો પ્રસંગ માતમમાં છવાયોઃ સુરતમાં લગ્નમાં નાચતી વખતે છાતીમાં દુઃખાવો થયા બાદ...

ખુશીનો પ્રસંગ માતમમાં છવાયોઃ સુરતમાં લગ્નમાં નાચતી વખતે છાતીમાં દુઃખાવો થયા બાદ સારવારમાં વરરાજાનું મોત

Team Chabuk-Gujarat Desk: સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ ગામમાં એક દુઃખદ ઘટની બની છે. લગ્નમાં નાચતી વખતે વરરાજાને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ વરરાજાનું મોત નિપજ્યું છે. લગ્ન પહેલાં જ વરરાજાનું મોત નિપજતાં પરિવારજનોમાં શોકનું મોજું છવાઈ જવા પામ્યું છે.

મળતી માહિતી પ્રમાણે સુરતના માંડવી તાલુકાના અરેઠ ગામમાં એક યુવકના લગ્ન લેવાયા હતા. પરિવારજનોમાં અને સગા સ્નેહીજનો લગ્નની ખુશીમાં હતાં. તે દરમિયાન લગ્ન પ્રસંગમાં નાચતી વખતે વરરાજાને એકાએક છાતીમાં દુઃખાવો થયો હતો. છાતીમાં દુઃખાવો થતાં વરરાજાને તાત્કાલિક બારડોલી ખાતે આવેલી સરદાર સ્મારક હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયો હતો. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ ચાલુ સારવારમાં જ વરરાજાનું મોત નિપજ્યું હતું.

માંડવી તાલુકાના અરેઠ ગામે રહેતાં 33 વર્ષીય યુવાનના તાપી જીલ્લાનાં ધામોદલા ગામે રહેતીં યુવતી સાથે લગન નક્કી થયાં હતા. આજરોજ યુવાન જાન લઇને યુવતી સાથે પરણવા જવાનો હતો, પરંતું મંડપમુર્હૂતનાં દિવસે ડી.જે.માં નાચતા સમયે યુવાનને છાતીમાં દુખતા તેને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કરતા બન્ને પરિવારમાં લગ્નની ખુશી માતમમાં બદલાઇ હતી…

joi e che

ઘટના બાબતે પ્રાપ્ત થતી માહીતી મુજબ માંડવી તાલુકાના અરેઠ ગામે રહેતાં રમેશભાઇ માવજીભાઇ ચૌધરીનાં 33 વર્ષીય યુવાન પુત્ર મિતેષભાઈના લગ્ન તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ધામોદલા ગામે રહેતાં વિરસિંગભાઈ હગમાંભાઈ ચૌધરીની પુત્રી મીતાબેન સાથે નક્કી થયાં હતાં, 5 મેનાં રોજ મિતેષ જાન લઇ યુવતી સાથે પતિ-પત્નીના સંબંધમાં બંધાવાનો હતો, બન્ને પરિવારમાં લગ્નને લઇ તૈયારીઓ સાથે ઉત્સાહ પણ હતો, પરંતું પરિવારની ખુશીને કોઈની નજર લાગી હોઇ તેમ લગ્નનાં આગલે દિવસે જ વરરાજા યુવાનને એટેક આવતાં મોત નીપજ્યું હતુ, અરેઠ ગામે મંડપમુર્હૂત હોય જેથી રાત્રે ડી.જે રાખવામાં આવ્યુ હતુ, મિતેષભાઈનો આખો પરિવાર ખુશીમાં નાચી રહ્યો હતો, ત્યારે અચાનક મિતેષભાઈને છાતીના ભાગે દુઃખાવો થતા તેઓને તાત્કાલિક અરેઠ સી.એચ.સી ખાતે ખસેડવામાં આવ્યાં હતાં, જયાં પ્રાથમિક સારવાર આપ્યાં બાદ તેઓને 108ની મદદથી બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ ખસેડાયા હતાં, જયાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કરતા બંન્ને પરિવારમાં લગ્નની ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો હતો, હાલ માંડવી પોલીસે યુવાનના મૃતદેહનો કબ્જો લઈ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લગ્ન પ્રસંગમાં જ વરરાજાનું મોત નિપજતાં ગામમાં પણ સોંપો પડી ગયો છે. કન્યા અને વર બન્નેના પરિવારજનોમાં શોક છવાઈ જવા પામ્યો છે. લગ્નની ખુશીમાં સામેલ થવા આવેલા સગા સ્નેહીઓમાં પણ દુઃખની લાગણી જોવા મળી રહી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments