Team Chabuk-Gujarat Desk: આજે ગુજકેટ (GUJCET)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સવારે 10 વાગ્યે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે. 6 ઓગસ્ટના રોજ કુલ 4 વિષયોની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને ગણિતની પરીક્ષા લેવાઈ હતી.
કોરોના મહામારીને કારણે આ વર્ષે ગુજકેટની પરીક્ષા સિસ્ટમ થોડી અલગ હતી. આ વર્ષે પરીક્ષા હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં લેવામાં આવી હતી. ત્યારે આજે ગુજકેટનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. બોર્ડની વેબસાઇટ ઉપર વિધાર્થીઓ પરિણામ જોઈ શકશે. જેમાં A ગ્રુપના 46 હજાર જેટલા વિધાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. જ્યારે B ગ્રુપના 66 હજાર વિધાર્થીઓનું ગુજકેટનું પરિણામ જાહેર કરાયું છે. આમ, 1 લાખ 13 હજાર વિદ્યાર્થીઓનું ગુજકેટનું પરિણામ જાહેર થયું છે. A ગ્રુપના 474 અને B ગ્રુપના 678 વિધાર્થીઓએ 99 પર્સન્ટાઈલ મેળવ્યા છે. 99 પર્સેન્ટાઈલ ધરાવતા A ગ્રુપમાં 474 વિદ્યાર્થી, 98 પર્સેન્ટાઈલ ધરાવતા A ગ્રુપમાં 940 વિદ્યાર્થી, 96 પર્સેન્ટાઈલ ધરાવતા B ગ્રુપમાં 2701 વિદ્યાર્થી
આજે ગુજકેટનું પરિણામ જાહેર કરાયું છે. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ result.gseb.org પર પોતાનું પરિણામ જોઈ શકશે. બેઠક ક્રમાંકના માધ્યમથી પરિણામ જાણી શકાશે. 6 ઓગસ્ટે ગુજકેટની પરીક્ષા લેવાઈ હતી. ધોરણ 12 સાયન્સ પછી ડિગ્રી એન્જિનીયરીંગ અને ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસીના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા (gujcet result ) નું આયોજન કરવામાં આવે છે. ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં બહુવિકલ્પીય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. કુલ 4 વિષયોની પરીક્ષા લેવાઇ હતી. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને ગણિતની પરીક્ષા લેવાઇ હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત