Team Chabuk-Gujarat Desk: નવસારી જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. નવસારીથી કામરેજ તરફ જઈ રહેલા મધ્ય પ્રદેશના પરિવારને ખડસુપા પાસે અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં પરિવારના 2 સભ્યોના મોત નિપજ્યા છે. જ્યારે પાંચ સભ્યોને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે. અકસ્માતના આ બનાવની વિગતે વાત કરીએ તો મધ્યપ્રદેશનો આ પરિવાર ઈકો કારમાં નવસારીથી કામરેજ તરફ જવા નીકળ્યો હતો. નવસારીના ખડસુપા પાસે કોઈ કારણસર ઈકો કાર બંધ પડી ગઈ હતી આ દરમિયાન એક ટ્રકે પાછળથી ટક્કર મારતાં ઈકો કાર હવામાં ફંગોળાઈ હતી. અકસ્માતના કારણે હાઈવે પર ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
આ અકસ્માતમાં ઈકોમાં બેઠેલા 2 લોકોના મોત નિપજ્યા છે જ્યારે પાંચ ઈજાગ્રસ્તોને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુરતમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તે જણાવ્યું હતું કે બધા લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડ્યા હતા. અકસ્માતને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વધુ મળતી માહિતી પ્રમાણે મધ્યપ્રદેશનો આ પરિવાર છેલ્લા એક મહિનાથી નવસારીમાં મજૂરીકામ કરતો હતો અને રાત્રે કામરેજ જઈ રહ્યો હતો તે દરમિયાન રાત્રિના બે વાગ્યાની આસપાસ ઈકો કાર ખડસુપા પાસે પહોંચી ત્યારે ટેક્નિકલ ખામી સર્જાતાં કાર બંધ પડી હતી. પરિવારના સભ્યો ભરનિદ્રામાં હતા એ સમયે બેફામ આવતી ટ્રકે ઈકો કારને ટક્કર મારી હતી, જેમાં પરિવારના 2 સભ્યોનાં મોત થયાં હતાં.
ઇજાગ્રસ્ત વિનુ ધુલિયા નિનામાએ સુરત સિવિલમાં સારવાર દરમિયાન જણાવ્યું હતું કે, એક મહિનાથી નવસારીમાં મજૂરીકામ કરી રહ્યા હતા. ઇજાગ્રસ્ત તમામ પરિવારના સભ્યો છે. કારમાં 10 મોટા અને 2 બાળકો હતાં. નવસારીથી રાત્રે ઇકો કારમાં બેસી કામરેજ આવવા નીકળ્યા હતા. ખડસુપા પાસે બે વખત કાર બંધ પડી ગઈ હતી. ડ્રાઇવર નીચે ઊતરી કોઈને ફોન કરી રહ્યો હતો. તમામ સભ્યો ઊંઘતા હતા. ત્યારે અચાનક જોરદાર અવાજ આવ્યો ને કાર હવામાં ફંગોળાઈ હોય એવો અહેસાસ થયો હતો. તમામની ચિચિયારી પડી ગઈ હતી. બધા જ લોહીલુહાણ હાલતમાં રોડ ઉપર પડેલા હતા. એમ્બ્યૂલન્સ આવીને તમામને સારવાર માટે નજીકના દવાખાને લઈ ગઈ હતી. મારા કાકાની દીકરી સીજી અને સંબંધી પ્રકાશનાં આ દુર્ઘટનામાં મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત