Homeગુર્જર નગરીચાલો દ્રષ્ટીની મદદ કરીએ: સુરેન્દ્રનગરની 11 વર્ષની દ્રષ્ટીને બ્રેઈન ટ્યૂમર, સારવાર માટે...

ચાલો દ્રષ્ટીની મદદ કરીએ: સુરેન્દ્રનગરની 11 વર્ષની દ્રષ્ટીને બ્રેઈન ટ્યૂમર, સારવાર માટે 3 લાખની જરૂર

Team Chabuk-Gujarat Desk: ગુજરાતનની વધુ એક દીકરીને ગુજરાતની જરૂર પડી છે. સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતી દીકરીને બ્રેઈન ટ્યૂમર નામની ગંભીર બીમારી થઈ છે અને દીકરીના ઓપરેશન માટે ત્રણ લાખ જેટલા રૂપિયાની જરૂર છે. પરંતુ દીકરીના પિતા માટે તાત્કાલિક આટલી મોટી રકમ એકઠી કરવી લગભગ અશક્ય છે કારણ કે તેઓ એક GIDCમાં નોકરી કરે છે.

સામાન્ય પગારમાં તેઓ માંડ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. એવામાં તેમની દીકરી અચાનક બીમાર પડી અને દીકરીને બ્રેઈન ટ્યૂમર હોવાનું જાણવા મળ્યું. આ જ કારણોસર તેઓનો પરિવાર ભાંગી પડ્યો છે. સગા સંબંધીઓએ થોડી મદદ કરી છે પરંતુ હજુ કેટલીક આર્થિક સહાયની જરૂર છે. આ જ કારણે તેઓ અને તેમના પરિવારજનોએ દીકરીની સારવાર માટે મદદનો હાથ લંબાવ્યો છે.

મૂળ સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ખારવા ગામની 11 વર્ષની દ્રષ્ટી મહેશભાઈ પટેલ તાજેતરમાં જ ખૂબ બીમાર પડી. સ્થાનિક ડૉક્ટર પાસે સારવાર કરાવ્યા બાદ પણ તેની તબિયતમાં સુધારો ન થયો એટલે મોટા ડૉક્ટરને બતાવ્યું. જ્યાં કેટલાક રિપોર્ટ બાદ જાણવા મળ્યું કે દીકરીને બ્રેઈન ટ્યૂમર છે. બંને મગજ વચ્ચે ગાંઠ છે. આ સાંભળતા જ પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ. જો કે, દીકરીને બચાવવા માટે પરિવાર કંઈ પણ કરવા તૈયાર હતો.

ડૉક્ટરની સલાહ મુજબ તેઓ અમદાવાદની અપોલો હોસ્પિટલમાં દ્રષ્ટીને લઈને આવ્યા. હાલ દીકરી હોસ્પિટલના બીછાને પડી છે અને પરિવાર રૂપિયા એકઠાં કરવામાં લાગી ગયો છે. આ માટે તેમણે સોશિયલ મીડિયા પર એક અપીલ કરી છે અને યથાશક્તિ ડોનેશન માટે વિનંતી કરી છે.

https://www.impactguru.com/fundraiser/help-drashti-pedhadiya

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments