Team Chabuk-Gujarat Desk: ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ફરી સભાઓ ગજવવા માટે સજ્જ છે. 10 દિવસની સારવાર બાદ તેઓ 6 કિલોગ્રામ વજન ઘટાડી પરત ફર્યા છે. એટલું જ નહીં આંખો પરથી કાળા કૂંડાળા પણ ગાયબ થઈ ગયા છે અને સ્ફૂર્તિ પણ પહેલાં કરતા વધારે જોવા મળી રહી છે. જ્યારે કમરની ચરબી પણ ઘટી ગઈ છે.
છેલ્લા 10 દિવસથી તેઓ જાહેર કાર્યક્રમોથી દૂર હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહને માન આપી તેઓ દિલ્હીના ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ ખાતે નેચરોપથીની સારવાર લેવા ગયા હતા. સારવાર બાદ તેઓએ 3 દિવસ સુધી ઘી પીધું હતું. ઓઇલ મસાજ તેમજ પાઉડર મસાજ લીધા હતા, જેના પરિણામે આંખ નીચેના કાળા કૂંડાળા પણ દૂર થયા છે. 10 દિવસમાં 98 કિલોમાંથી વજન 92 કિલો કરવામાં સફળ રહ્યા હતા.
સુરત આવ્યા બાદ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યકર્તાઓનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે પણ વિશેષ ચિંતા કરે છે. જેનો એક અનુભવ મને પણ થયો. વજન વધવાને કારણે તથા સતત પ્રવાસ અને કાર્યરત રહેવાને કારણે મારા ચહેરા પર થાક વર્તાતો હતો. જે માટે પ્રધાનમંત્રીએ આયુષની આયુર્વેદ ઈન્સ્ટિટયૂટ (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ)માં નેચરોપથીની સારવાર લેવા માટે તાકીદ કરી હતી. દસ દિવસ પછી નેચરોપથીની સારવાર લઈને 6 કિલો વજન ઓછું કરી વધુ તાજગી અને સ્ફૂર્તિ મેળવી સૌ કાર્યકર્તાઓ સાથે કાર્યમાં જોડાયો છું.
આયુર્વેદિક ધરોહરને આયુષ મંત્રાલય હેઠળ લાવી આ આયુર્વેદ ઈન્સ્ટિટયૂટનું વિશાળ સંકુલ ઊભું કરી AIIMSનો દરજ્જો આપવામાં આવ્યો છે અને જેમાં નેચરોથેરપીની 71 પ્રકારની સારવાર કરવામાં આવે છે અને દરરોજ 3000થી વધુ લોકો થેરપીનો લાભ લે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે મારાં પત્નીએ પણ સારવાર લીધી હતી. પરિણામે, શુગર લેવલ 300થી 140 થઇ ગયું છે.
સી.આર.પાટીલે 10 દિવસ સુધી સખત મહેનત કરી છે. તો ડાયટનું પણ ખાસ ધ્યાન રાખ્યું. સવારે યોગા અને મેડિટેશન બાદ. ઓઈલ મસાજ અને પાઉડર મસાજ થેરાપી લીધી. ત્યારબાદ બપોરે માત્ર 4 રોટલી, દાળ, ભાત અને શાક. જ્યારે ઈડલી, ઉપમા અને નટ્સની સંપૂર્ણપણે બાદબાકી કરી નાખી. જેની અસર તેમણે શરીરમાં અનુભવી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત