Team Chabuk-Gujarat Desk: જૂનાગઢની જિલ્લા જેલ ફરી વિવાદમાં આવી છે. બર્થ ડે પાર્ટી બાદ હવે જેલમાંથી મોબાઈલ, ગુટખા, માવા અને બીડી મળી આવ્યા છે. જૂનાગઢ જિલ્લા જેલમાં અમદાવાદ જેલર ગ્રુપની જડતી સ્કવોડે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં જેલમાં બે સ્થળોએથી ચાર મોબાઈલ અને માવા-તમાકુના પડીકા મળી આવ્યા હતા. આ સમગ્ર મામલે અજાણ્યા કેદીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
મળતી માહિતી મુજબ જૂનાગઢ જેલમાં અમદાવાદ જેલર ગ્રુપની સ્કોર્ડ ટીમ દ્વારા ઝડતી લેવામાં આવી હતી. દરોડા દરમિયાન પાર્ટીના સુબેદાર દેવશી રમણલ કરગિયા, અરજણસિંહ રાઠોડ, વિક્રમસિંહ ઠાકોર, કમલેશ ગેરૈયા સહિતના છ કર્મચારીઓએ જેલની અંદર જુદા જુદા ભાગો અને જેલ બેરેક તથા યાર્ડમાં તપાસ હાથ ધરાઈ હતી.
આ તપાસ દરમિયાન જેલમાં સર્કલ 33માં આવેલા ઈગ્નો સેન્ટરની પાછળના ભાગે ધાબાના પાણી નિકાલની પ્લાસ્ટિકની પાઈપની અંદરથી ચાલુ હાલતમાં બે મોબાઈલ મળી આવ્યા હતા. ઉપરાંત આઉટ સર્કલમાં જૂની બેરેકની સામે આવેલી ગટરની કૂંડીમાંથી પણ બે મોબાઈલ મળ્યા હતા. જે બંન્ને બંધ અને તૂટેલી સ્થિતિમાં હતા.
તો જેલના બેરેક, કેદીઓની અંગ ઝડતી અને બિસ્તરોની તલાસી લેતા તમાકુની 10 પડીકી, ગુટખાની 5 પડીકી, બીડીની 6 ઝૂડી, મોબાઈલની એક બેટરી અને પાંચ તમાકુવાળા માવા મળી આવ્યા હતા. આ અંગે અજાણ્યા કેદી સામે એ ડીવીઝન પોલીસમાં ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પૂર્વે આ જેલમાં જ એક કેદીની બર્થડેની પાર્ટી થઈ હોવાના વીડિયો વાઈરલ થયો હતો. બાદમાં 6 જેટલા અધિકારી કર્મચારીઓની બદલી થઈ હતી. જો કે, આટલી કાર્યવાહી છતાં જેલમાંથી વારંવાર મોબાઈલ, તમાકુ, માવા જેવી પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળી આવી રહી છે. જેથી જૂનાગઢ જેલમાં જલસા જ થતાં હોવાની ફરી એકવાર ચર્ચા ઉઠી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
