Team Chabuk-Gujarat Desk: બરોડા મેડિકલ કોલેજમાં આજે વિશ્વ મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. તેના ભાગ રૂપે જિલ્લા કલેકટર અતુલ ગોરે, ડીન ડો.તનુજા જાવડેકર અને તબીબી પ્રાધ્યાપકોની ઉપસ્થિતિમાં મહિલા પ્રાધ્યાપકો/ વ્યાખ્યાતા ઇત્યાદિના ઉપયોગ માટે બનાવવામાં આવેલા લેડી ફેકલ્ટી જીમનો પી.એસ.એમ.મ્યુઝિયમ નજીકની જગ્યામાં પ્રારંભ કરાવ્યો હતો.
હું પણ કલેકટર કચેરીમાં મહિલા અને અન્ય કર્મચારીઓને શારીરિક તંદુરસ્તીની જાળવણી માટે જીમ જેવી સુવિધા શરૂ કરવા પ્રયત્ન કરીશ એવી લાગણી વ્યક્ત કરતાં કલેકટરે જણાવ્યું કે, આમ તો મહિલાઓ ઘરકામ માટે પણ ખૂબ પરિશ્રમ કરતી હોય છે તેમ છતાં, કામકાજી મહિલાઓને તેમના કામના સ્થળે જીમની સુવિધા મળી રહે તો તેમની તંદુરસ્તી જાળવવામાં ઉપયોગી બને. બરોડા મેડિકલ કોલેજની આ આવકાર્ય પહેલ છે.
મધ્ય યુગને બાદ કરતાં ભારતીય સંસ્કૃતિમાં મહિલા અસ્મિતાનું સદા ગૌરવ કરવામાં આવ્યું છે. હવે ભારત સરકાર અને રાજ્ય સરકાર અનેકવિધ યોજનાઓ દ્વારા નારી ગૌરવનની ભાવનાને વેગ આપી રહી છે. તેમણે ડીન અને તેમની ટીમને આ સુવિધા માટે અભિનંદન આપ્યા હતા.
દાતાઓના સહયોગથી આ લેડી ફેકલ્ટી જીમ બનાવ્યું છે તેવી જાણકારી આપતાં ડીન ડો.તનુજા એ જણાવ્યું કે પી.એસ.એમ.મ્યુઝિયમ પાસે ઉપલબ્ધ જગ્યાનો તેના માટે સાર્થક ઉપયોગ થયો છે.
અહીં વિવિધ હળવી શારીરિક કસરત,યોગ અને વ્યાયામ થઈ શકે તેવા જુદાં જુદાં ઉપકરણો રાખવામાં આવ્યા છે જેનો ઉપયોગ મહિલા પ્રશિક્ષકો કામ પૂરું કરીને ઘેર જાય તે પહેલાં પોતાની ફૂરસતે કરી શકશે.આ સુવિધા તેમને સ્વાસ્થ્ય સંભાળમાં મદદરૂપ બનશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
