Team Chabuk-Gujarat Desk: આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે વડોદરાના સર સયાજીરાવ નગરગૃહ ખાતે જુદાં-જુદાં ક્ષેત્રે કાઠું કાઢનારી મહિલાઓને સાસંદ રંજનબેન ભટ્ટ અને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. સમાજમાં ચિલો ચાતરનાર સફળ થાય છે, કંઇક અનોખું કરનાર બીજાથી જુદાં પણ પડે છે. મહિલાઓએ વિશેષ કાર્ય કરી પ્રેરણા પૂરી પાડી હોય છે. આવી જ એક ફરજનિષ્ઠ કર્મી બહેન છે પ્રિયાબેન કલ્યાણસિંહ ઠાકુર. જે માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે. તેમણે ફરજ ઉપરાંત સેવાકીય કાર્ય કરતા તેમને આજે મહિલા દિન નિમિત્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
સન્માનિત થતાં પ્રિયાબેને કહ્યું કે, છેલ્લા એક વર્ષથી માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવું છું. એક મૃત્યુ થયું હતું, તેવા સમયે અંતિમ સંસ્કાર અર્થે જરૂરી પ્રાથમિક વિધિઓ કરવાની હતી. અને આ સમયે યોગ્ય વ્યવસ્થા કરવા શું કરવું? પરિવારમાં કોઈ બીજી વ્યક્તિ એવી ન હોય તેવા સંજોગમાં સ્મશાનમાં અગ્નિ સંસ્કાર અર્થે પ્રાથમિક બાબતોની આવશ્યકતા હતી. ત્યારે મેં મારા નામે દસ્તાવેજો સંબંધિત બધી વિધિઓ આટોપી અને યથાયોગ્ય રીતે અંતિમ સંસ્કારનું કાર્ય પૂર્ણ કર્યુ. મારી ફરજ ઉપરાંત આ સેવાકાર્યથી મને ખુશી મળી છે. પોલીસ પ્રજાના મિત્ર છે અને પ્રજા માટે છે, ત્યારે પ્રજાની રક્ષા અને કોઇપણ પ્રકારની સેવા માટે આગળ આવવું તે માનવીય કર્તવ્ય છે.

રમત ફોટોગ્રાફીમાં કાઠું કાઢતાં અભિલાષા અગ્રવાલ
વડોદરાના અભિલાષા અગ્રવાલ શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત છે, પણ તેમનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે છે એ જરાં જુદી જ રીતે. તેમણે આંતરરાષ્ટ્રીય રમત ફોટોગ્રાફી કરી અનેકને પોતાનો જુસ્સો પૂર્ણ કરવાની પ્રેરણા પૂરી પાડી છે. મહિલા દિન નિમિત્તે તેમણે કહ્યુ કે, દરેકને કુદરતે અમાપ શક્તિઓ આપી છે, આ શક્તિઓને ઉજાગર કરવા માટે આપણે પ્રયત્ન કરવા પડે. સ્ત્રીમાં રહેલી આંતરિક શક્તિઓને તે બહાર લાવી સમાજમાં આશાની નવી કિરણો લાવી શકે તેમ છે. દરેક મહિલાઓને તેમની શક્તિઓને યોગ્ય દિશા મળી રહે તે માટે યોગ્ય વાતાવરણ મળી રહે તેવી શુભેચ્છાઓ.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
