Homeગુર્જર નગરીઉછીના લીધેલા 4 હજાર માટે હત્યા ! લાકડાના ફટકા, પથ્થરના ઘા ઝીંકી...

ઉછીના લીધેલા 4 હજાર માટે હત્યા ! લાકડાના ફટકા, પથ્થરના ઘા ઝીંકી મિત્રને ઉતાર્યો મોતને ઘાટ

Team Chabuk-Gujarat Desk: સુરતના વરાછામાં 4 હજાર રૂપિયા માટે એક યુવકની હત્યા થઈ ગઈ. પોતાના જ મિત્રોએ લાકડીના ફટકા અને પથ્થરના ઘા મારી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો. આ કેસમાં વરાછા પોલીસે બે આરોપીને ઝડપી લીધા છે.

વરાછા વિસ્તારમાં તાપી નદી કિનારેથી એક યુવકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

doctor plus

ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતા બે શંકાસ્પદ યુવકોની માહિતી મળી હતી.આ બંને શખ્સોની અટકાયત કરી પૂછપરછ કરતા સમગ્ર બનાવની હકીકત સામે આવી હતી. પોલીસ તપાસમાં આરોપીઓએ યુવકની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

આરોપીએ મૃતક યુવક પાસેથી ઉછીના 4 હજાર જેટલા રૂપિયા લીધા હતા. જેની યુવક વારંવાર ઉઘરાણી કરતો હતો. આ વાતની અદાવત રાખઈ યુવકને તાપી નદીના કિનારે બોલાવી ઝઘડો કર્યો હતો અને માર માર્યો હતો. ત્યારબાદ ઉશ્કેરાઈને બંને આરોપીએ નશાની હાલતમાં યુવકને લાકડાના ફટકાં અને બોથડ પદાર્થ વડે માથાના ભાગે માર મારી ઇજાગ્રસ્ત કરી નાંખ્યો હતો અને ઘટનાને અંજામ આપી આરોપી ફરાર થઈ ગયા હતા.

હાલ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. જો કે, ભલાઈ કરનારા યુવકની હત્યા થતા આ બંને શખ્સો પર ફીટકાર વરસી રહી છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments