Homeગુર્જર નગરીહર્ષ સંઘવીએ ગ્રીષ્માના ઘરે પહોંચી પરિવારજનોના આંસુ લુછ્યા, ટપોરીઓને આપી આ ચેતવણી

હર્ષ સંઘવીએ ગ્રીષ્માના ઘરે પહોંચી પરિવારજનોના આંસુ લુછ્યા, ટપોરીઓને આપી આ ચેતવણી

Team Chabuk-Gujarat Desk: સુરતના બહુચર્ચિત ગ્રીષ્મા હત્યા કેસમાં ગઈકાલે ગુરુવારે સુરત સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપીને દોષિત ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારી છે. ત્યારે આજે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પોતાના તમામ કાર્યક્રમો રદ કરીને ગ્રીષ્માના પરિવારજનોને મળવા માટે સુરત પહોંચ્યા છે. ગ્રીષ્માના પરિવારને ન્યાય અપાવવાનું આપેલું વચન પૂર્ણ થતાં જ હર્ષ સંઘવી ગ્રીષ્માના પરિવારને મળવા તેઓના ઘરે પહોંચ્યા છે.

હર્ષ સંઘવી ગ્રીષ્માના ઘરે પહોંચતાં જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આ સમયે ગર્ષ સંઘવીને જોતા ગ્રીષ્માના પરિવારના સભ્યોની આંખમાં આંસુ છલકાયા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમના આંસુ લુછ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી. હાલમાં મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર છે. આ પ્રસંગે ગૃહમંત્રીએ સુરત પોલીસનો આભાર માન્યો હતો.

joi e che

ગ્રીષ્માના ઘરે પહોંચેલા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, એવો દાખલો બેસાડવામાં આવ્યો છે કે ભવિષ્યમાં કોઈપણ ગ્રીષ્મા જેવી દીકરીઓ પર આંખ ઉંચી કરીને પણ ન જોઈ શકે. સંઘવીએ કહ્યું કે, કોઈપણ મુશ્કેલી હોય તો ગુજરાત પોલીસ પાસે ડાયરેક્ટ આવજો કોઈપણ તકલીફ નહીં પડવા દઈએ. ગૃહ રાજ્યમંત્રીએ આવાર તત્વોને ચેતવણી આપતાં કહ્યું હતું કે, કોઈ ટપોરીઓ ગુજરાતની દીકરીઓ પર નજર બગાડશે તો તેને છોડવામાં નહીં આવે. સાથે જ દીકરાના માતા-પિતાને ટકોર કરતાં કહ્યું કે, તમારા દીકરા આખો દિવસ શું કરે છે, ક્યાં જાય છે તેની જાણકારી રાખો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments