Homeગુર્જર નગરીગુજરાતમાંથી દારૂબંધી હટશે ? જાણો ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ શું આપ્યું મોટું...

ગુજરાતમાંથી દારૂબંધી હટશે ? જાણો ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ શું આપ્યું મોટું નિવેદન

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાંથી દારુબંધી હટશે કે નહી તેને લઈને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતમાંથી દારુબંધી ક્યારેય હટશે નહીં. એક કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ દારુબંધી અંગે વાત કરતા કહ્યું કે, ગુજરાતમાં ક્યારેય દારુબંધી હટાવવામાં નહીં આવે. દારુ બંધી હટાવવાનો નિર્ણય ક્યારેય કરવામાં નહીં આવે. આ સાથે જ તેમણે દારૂબંધી પર રાજનીતિ કરતા પક્ષો પર નિશાન સાધતા કહ્યું કે દારુબંધી પર કોઈએ ચૂંટણીનો મુદ્દો બનાવવો હોય તો ભલે બનાવે, પરંતુ ગુજરાતમાં દારુ પર પ્રતિબંધ યથાવત રહેશે.

રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતમાં ક્રાઇમ રેટ ઘટ્યો છે. ગુજરાત વેપારીઓ માટે શાંતિ ફાયદાકારક બની છે. ક્રાઇમ ડેટા હવે અન્ય રાજ્યના અદાન પ્રદાન કરી શકાશે. ભારત સરકારમાં આ મુદ્દે કામ ચાલી રહ્યું છે. હવે રાજ્ય અન્ય રાજ્યના ક્રાઇમ ટેડા અદાન પ્રદાન કરી શકાશે. સાથે જ તેમણે કહ્યું કે, ડબલ એન્જીન સરકાર આજે સૌથી વધુ ઇન્વેસમેન્ટ થયું છે. મારી વિધાનસભામાં એક પ્રયોગ કર્યો છે. ઘરમાં કામ કરતા ઘરઘાટી માટે એક પ્રયોગ કર્યો છે. તેઓના સંતાન માટે કઇક અલગ સારું કામ કરવું જોઇએ. શિક્ષણ હોય, સ્વાસ્થ્ય પર ભાર મુકવો જોઇએ. સંસ્થાઓ કામ કરે છે પણ હવે માત્ર સોશિયલ મીડિયામાં ચાલે છે જે ન હોવું જોઇએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments