Homeગામનાં ચોરેભર બપોરે તલવાર લઈને બેંકમાં ઘૂસ્યા 6 શખ્સો, 2 લાખની લૂંટ કરી...

ભર બપોરે તલવાર લઈને બેંકમાં ઘૂસ્યા 6 શખ્સો, 2 લાખની લૂંટ કરી ફરાર, ઘટના CCTVમા કેદ

Team Chabuk-National Desk: મહારાષ્ટ્રના નાંદેડમાં ભર બપોરે કૃષિ સહકારી બેન્કમાં 2 લાખ રૂપિયાની લૂંટ કરી. કેટલાક લૂંટારુંઓ લૂંટ કરી ફરાર થઈ ગયા પરંતુ ગામ લોકોની ચાલાકીના કારણે એક લૂંટારુંને ઝડપી લેવાયો.    જેને ગામ લોકોએ પોલીસને સોંપી દીધો છે. બીજી તરફ લૂંટની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

સમગ્ર ઘટના ઉમરી તાલુકાના સિંધી ગામે બની છે. મળતી માહિતી મુજબ શનિવારે બપોરે 2 વાગ્યે લૂંટારુંઓ બેંકમાં ઘૂસ્યા. બેંકના કર્મચારીઓ કંઈ સમજે તે પહેલાં તેમને તલવાર બતાવી 2 લાખ રૂપિયા લૂંટી લીધા. ત્યારબાદ 2 બાઈક પર લૂંટારુ ફરાર થઈ ગયા.

બેંકમાં લૂંટ થઈ હોવાનું જણવા મળતા જ ગામ લોકોએ લૂંટારુંઓનો પીછો કર્યો. ગામથી થોડે દૂર જ ગામ લોકોએ એક લૂંટારુંને ઝડપી લીધો અને બરાબરનો મેથીપાક ચખાડ્યો. જો કે, અન્ય લૂંટારુંઓ ભાગવામાં સફળ રહ્યા.

ઉમરી પોલીસે કહ્યું કે, કોંગ્રેસના નેતા મારોતરાવ કવડે આ બેંકના અધ્યક્ષ છે. બેંકમાં શનિવારે 6 લૂંટારું ઘૂસ્યા હતા અને 2 લાખ રૂપિયાની લૂંટ કરી હતી. જો કે, ગામ લોકોએ પીછો કરીને એક આરોપીને ઝડપી લીધો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે. સાથે જ બેંકમાં લગાવેલા સીસીટીવી પણ તપાસાઈ રહ્યા છે. અન્ય આરોપીઓને પણ જલદી પકડી લેવામાં આવશે. સમગ્ર મુદ્દે હાલ તપાસ ચાલી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments