Homeગુર્જર નગરીHead clerk paper leak: 8 આરોપીના રિમાન્ડ મંજૂર, પૂછપરછમાં થશે મોટા ખુલાસા

Head clerk paper leak: 8 આરોપીના રિમાન્ડ મંજૂર, પૂછપરછમાં થશે મોટા ખુલાસા

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં હાલ હેડ ક્લાર્ક પેપર લીક મામલે ચોતરફ ચર્ચા થઈ રહી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હોવાને લઈને પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 11 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાંથી ધરપકડ કરાયેલા આઠ આરોપીને કોર્ટમાં રજૂ કરાયા હતા. ત્યારે કોર્ટે 27 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. કુલ 11 જેટલા આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાંથી આઠ આરોપીને પોલીસે ઝડપી લીધા છે. ધરપકડ કરાયેલ આઠ આરોપીને પોલીસે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટમાં રજૂ કરી સાબરકાંઠા પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જ્યારે કે, સરકારી વકીલ અને આરોપી પક્ષના વકીલે સામસામે દલીલ કરતા કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

આરોપીઓના રિમાન્ડ મંજૂર થતાં હવે આરોપીઓની સઘન પુછપરછ કરવામાં આવશે. સાથે જ બાકી રહેલા આરોપીને પકડવા માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓની પુછપરછમાં પેપર લીક કાંડને લઈને મોટા ખુલાસા થવાની શક્યતા છે. પુછપરછ દરમિયાન મોટા માથાઓના નામો પણ બહાર આવવાની શક્યતા છે.

પેપર લીક કાંડના આરોપીઓના રિમાન્ડ અંગે કોર્ટમાં રજૂઆત કરાઈ હતી કે, ગુનામા કઈ કઈ ગાડીઓ, મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ થયો તે કબ્જે કરવા, આરોપી દર્શન વ્યાસના ઘરેથી મળેલા 23 લાખની તપાસ કરવા, અન્ય કેટલા પરીક્ષાર્થી આરોપી સાથે સંડોવાયેલ છે તેની તપાસ માટે, આરોપીના મોબાઈલ જે ફેંકી દેવાયા છે. તેની તપાસ અને તેની કોલ ડિટેઈલની તપાસ માટે, આરોપી એકબીજા સાથે કેટલી વખત, ક્યા ભેગા થયા અને એક જ પરિવારના હોવાથી તેમની વધુ તપાસ માટે, ફરાર અન્ય 3 આરોપી વિશે માહિતી મેળવવા માટે આરોપીના રિમાન્ડ મેળવવા જરૂરી છે. આ તમામ રજૂઆતો સાંભળ્યા બાદ કોર્ટે આઠ આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments