Team Chabuk-Sports Desk: વિરાટ કોહલી પાસેથી મર્યાદિત ઓવરનું સુકાની પદ છિનવ્યા બાદ ભારતીય ક્રિકેટ ચારેબાજુથી વિવાદોના સકંજામાં ઘેરાયેલું છે. પ્રથમ વિરાટ અને રોહિત વચ્ચે ઘર્ષણ હોવાના સમાચારો વહેતા થયા અને પછી વિરાટે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું નિવેદન જ ખોટું સાબિત કરી દીધું. આ વચ્ચે સૌરવ ગાંગુલીએ એ પણ કહ્યું કે તેને વિરાટનું વલણ પસંદ છે, પણ એ ખૂબ ઝઘડો કરે છે. આ સમયે ગાંગુલીના આ નિવેદનને સમગ્ર વિવાદની સાથે તોડી મરોડી ને જોડીને જોવામાં આવી રહ્યું છે. જોકે ગાંગુલી સ્પષ્ટ કહી ચૂક્યા છે કે તેને આ સમગ્ર ઉહાપોહ વિશે કશું જ નથી કહેવું અને બોર્ડ તેની સામે લડી લેશે.
સૌરવ ગાંગુલીએ વિરાટ વિશે આ વાત ગુડગાંવમાં આયોજીત એક કાર્યક્રમ દરમ્યાન કહી હતી. એબીપી ન્યૂઝ અનુસાર ગાંગુલીને જ્યારે પૂછવામાં આવ્યું કે તેને કયા ખેલાડીનું વલણ પસંદ છે? તેના જવાબમાં સૌરવે વિરાટનું નામ લીધી હતું પણ સાથે એમ પણ કહ્યું હતું કે એ ઝઘડો ખૂબ કરે છે. એ પછી તેમને હાલની પરિસ્થિતિ અને તણાવને લઈને પણ સવાલ કરવામાં આવ્યા હતા. જેના પર સૌરવ ગાંગુલીએ હળવાશમાં ઉત્તર આપ્યો હતો કે જીવનમાં કોઈ તણાવ નથી, તણાવ ફક્ત પત્ની અને ગર્લફ્રેન્ડ આપે છે.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટે જ્યારે ટી ટ્વેન્ટી ટીમનું સુકાની પદ છોડ્યું એ સમયથી જ વિવાદ ધીમે ધીમે શરૂ થઈ ગયો હતો. વિરાટની જગ્યાએ રોહિતને ટી ટ્વેન્ટીની કમાન સોંપવામાં આવી અને તેણે ન્યૂઝીલેન્ડનો ઘર આંગણે વ્હાઈટ વોશ કરી નાખ્યો. પસંદગીકર્તાઓ ઈચ્છતા હતા કે વનડે અને ટી ટ્વેન્ટીનો કેપ્ટન એક જ હોય. એવામાં આફ્રિકા પ્રવાસ પહેલા જ વિરાટની જગ્યાએ રોહિતને સુકાની પદની બાગડોર સોંપી દેવામાં આવી અને વિવાદનો જ્વાળામુખી ફાટ્યો.
એવા ક્યાસ લગાવવામાં આવ્યા હતા કે વિરાટ અને રોહિતની વચ્ચે કંઈ બરાબર નથી. ગાંગુલીનું એવું કહેવું હતું કે વિરાટની સાથે ચર્ચા કર્યા બાદ જ રોહિતને તેની જગ્યાએ કેપ્ટન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ટી ટ્વેન્ટીનું સુકાનીપદ છોડતા પહેલા પસંદગીકર્તાઓએ તેને ફરીથી વિચારણા કરવાનું કહ્યું હતું. વિરાટે ગાંગુલીના આ નિવેદનને ખોટું ઠેરવતા કહ્યું હતું કે આગેવાની આંચકી લીધાના દોઢ કલાક પહેલા જ તેને આ વાતની જાણકારી પ્રાપ્ત થઈ હતી. હવે ગાંગુલીએ આ વિવાદ અંગે મોઢામાં મગ ભરી રાખવા જ ઉચિત માન્યા છે. દરેક જગ્યાએ ગાગુલીને વિરાટ અને રોહિતના વિવાદ વિશે પૂછવામાં આવે છે અને ગાંગુલીનો જવાબ હોય છે બીસીસીઆઈ લડી લેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત