Homeગુર્જર નગરીજામનગર જિલ્લામાં મેઘરાજાની બીજી તોફાની ઈનિંગ, જોડિયામાં 6 કલાકમાં સાડા સાત ઈંચ...

જામનગર જિલ્લામાં મેઘરાજાની બીજી તોફાની ઈનિંગ, જોડિયામાં 6 કલાકમાં સાડા સાત ઈંચ વરસાદ

Team Chabuk-Gujarat Desk: જામનગર જિલ્લાના ફરી એક વખત મેઘરાજાએ ઘમરોળ્યું છે. જામનગરના જોડિયામાં સવારથી જ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. સવારથી જ જોડિયામાં વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી જોડિયામાં સાડા સાત ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં જોડિયામાં સાડા સાત ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. માત્ર છ કલાકમાં જ સાડા સાત ઈંચ વરસાદ નોંધાતા જોડિયામાં પાણી પાણી થઈ ગયું છે. અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયો છે.

જોડિયા ઉપરાંત ધ્રોલ તાલુકામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જામનગર ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ફરીથી તોફાની બેટિંગની બીજી ઈનિંગ જોવા મળી છે. જોડિયા પંથકમા હજી પણ વરસાદનું તોફાની તાંડવ ચાલી રહ્યું છે. રાતથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. જો આવો ને આવો વરસાદ વરસતો રહેશે, તો જામનગરમાં ફરી પૂરની સ્થિતિ ઉદભવી શકે છે. 

rps baby world

ભારે વરસાદને પગલે જોડિયાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. અનેક વિસ્તારોમાં પાણીમાં ગરક થયા છે. ઘણા ઘરમાં પણ પાણી ઘૂસા ગયા છે. 6 કલાકમાં સાડા સાત ઈંચ વરસાદ વરસતા રસ્તાઓ પર નદીની માફક પાણી વહી રહ્યા છે. સૂર્યા પંથકમાં હજુ વધુ વરસાદ પડે તો અનેક ગામો બેટમાં ફેરવાઈ જાય એવી પરિસ્થિતિ સર્જાઈ છે.

ગુજરાતમાં હજુ ચાર દિવસ મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. ત્યારે હાલ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 135 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments