Homeગામનાં ચોરેબારમાં ધોરણની વિદ્યાર્થિની તાબે ન થતાં બે શૈતાનોએ આંખમાં તેજાબ નાખી દીધું

બારમાં ધોરણની વિદ્યાર્થિની તાબે ન થતાં બે શૈતાનોએ આંખમાં તેજાબ નાખી દીધું

Team Chabuk-National Desk: મધ્યપ્રદેશમાં બારમાં ધોરણની વિદ્યાર્થિનીએ જ્યારે ખૂદને બળાત્કારથી બચાવવાની કોશિશ કરી ત્યારે તેની બંને આંખમાં તેજાબ નાખી દેવામાં આવ્યો. આંખો સળગી જવાના કારણે વિદ્યાર્થિની દૃષ્ટીહીન થઈ ગઈ હતી. આ ઘટના પન્ના જિલ્લાના બરહો ગામની છે. જ્યાં વીસ વર્ષીય છોકરીને તેના ભાઈની સાથે બે લોકોએ કિડનપે કર્યો હતો. બળાત્કારનો વિરોધ કરતા છોકરીને પકડી તેની આંખોમાં તેજાબ નાખવામાં આવ્યો અને તેના ભાઈને મારવામાં આવ્યો.

rps baby world

હાલ પીડિત ચિત્રકૂટની આંખોની હોસ્પિટલમાં સારવાર માટે ભરતી છે. જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મરાજ મીણાએ જણાવ્યું કે, આરોપી બંને યુવકોની રાતે જ ખેતરમાંથી ધરપકડ કરી લેવામાં આવી હતી. પીડિત પરિવારજનોએ તેની ઓળખ પણ કરી લીધી છે. બંને પીડિતાના પરિચિત છે. એકનું નામ સુમેર સિંહ અને બીજાનું નામ ગોલ્ડી રાજા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓની એક સંબંધિ કોઈની સાથે ભાગી ગઈ હતી. આરોપીઓને શંકા હતી કે પીડિત યુવતીએ તેમની ભાગવામાં મદદ કરી હતી. ગુરૂવારના રોજ છોકરી અને તેના ભાઈને કિડનેપ કરીને પહેલા એ સંબંધિ વિશે જાણકારી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. કંઈ માહિતી ન મળતા તેમણે છોકરીનો બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં એસિડ જેવો પદાર્થ તેની આંખમાં નાખી દીધો હતો.

rps baby world

બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને હવે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. માહિતી મળી રહી છે કે ગુરૂવારના રોજ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ પન્ના જિલ્લાની મુલાકાત લઈ શકે છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે શિવરાજ સરકારને ઘેરતા કહ્યું છે કે, ‘હવે પન્ના જિલ્લાના પવેઈ પોલીસ વિસ્તારના ગ્રામ બરાહોમાં એક યુવતી પર એસિડ અટેકની નૃશંસ ઘટના સામે આવી છે. જેના કારણે યુવતીની બંને આંખો ચાલી ગઈ છે. તેના ભાઈની સાથે મારપીટ અને યુવતીની સાથે છેડતીની પણ ઘટના બની છે. આ ઘટના પ્રદેશને દેશભરમાં શર્મશાર અને કલંકિત કરનારી છે.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments