Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી મોટાભાગના વિસ્તારોમાં વરસાદે આરામ લીધો છે. ખેડૂતો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં ફરીથી મોન્સૂન સિસ્ટમ સક્રિય થશે જેતી ઠેર ઠેર હળવાથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે. આગામી 4થી 5 દિવસ મોનસૂન સિસ્ટમના કારણે ધોધમાર વરસાદ પડશે. જોકો આગામી 24 કલાકની વાત કરીએ તો હજુ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં જ છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં આજે મંગળવારે વરસાદ પડવાની સંભાવના નહિવત છે. તેવામાં દિવસ દરમિયાન તાપમાન ન્યૂનતમ 26 અને મહત્તમ 34 સુધી રહી શકે છે. જોકે ત્યારે વાદળછાયુ વાતાવરણ રહેશે.
ખેડા, મહીસાગરમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવો વરસાદ આજે ખાબકી શકે છે. નવસારી અને પંચમહાલમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. પોરબંદરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
