Homeગામનાં ચોરેગૌતમ અદાણી વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા, જાણો જાન્યુઆરીથી અત્યાર સુધી...

ગૌતમ અદાણી વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા, જાણો જાન્યુઆરીથી અત્યાર સુધી અદાણીની સંપત્તિમાં કેટલો વધારો થયો ?

Team Chabuk-National Desk: અદાણી જુથના ગૌતમ અદાણી વિશ્વના સૌથી ત્રીજા અમીર વ્યક્તિ બની ગયા છે. ગૌતમ અદાણી ફ્રાન્સના બર્નાર્ડ અરનોલ્ટને પછાડીને ત્રીજા નંબરના અમીર વ્યક્તિ બન્યા છે. પ્રથમ વખત કોઈ એશિયન વ્યક્તિએ બ્લૂમબર્ગ બિલિયનેયર્સ ઈન્ડેક્સમાં ટોપ-3માં જગ્યા મેળવી છે. 137.4 અબજ ડોલર (11 લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિ સાથે ગોતમ અદાણીએ ફ્રાન્સના બર્નાર્ડ અરનોલ્ટને પાછળ છોડી દીધા છે. આ રેન્કિંગમાં હવે તેમાનાથી આગળ અમેરિકાના એલન મસ્ક પ્રથમ નંબરે અને જેફ બેજોસ બીજા નંબરે છે.

91.9 અબજ ડોલર (73.43 હજાર કરોડ રૂપિયા)ની સંપત્તિ સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી 11મા સ્થાને છે. આ યાદીમાં પ્રથમ નંબરે રહેલા એલન મસ્કની નેટવર્થ 251 બિલિયન ડોલર એટલે કે અંદાજે 20 લાખ કરોડ રૂપિયા છે, જ્યારે બીજા નંબર પર રહેલા જેફ બેજોસ પાસે 153 બિલિયન ડોલર એટલે કે 12 લાખ કરોડ રૂપિયાની નેટવર્થ છે.

બ્લૂમબર્ગ બિલિયનેયર્સ ઈન્ડેક્સ મુજબ ગયા મહિને ગૌતમ અદાણી બિલ ગેટ્સની જગ્યાએ વિશ્વની ચોથી સૌથી અમીર વ્યક્તિ બની હતા. 2022માં અદાણી એકલાની સંપત્તિમાં 60.90 અબજ ડોલરનો વધારો થયો છે, જે બીજી વ્યક્તિની સરખામણીમાં પાંચ ગણી વધારે છે. તેમણે ફેબ્રુઆરીમાં પ્રથમવાર મુકેશ અંબાણીને એશિયાની સૌથી અમીર વ્યક્તિની યાદીમાં પાછળ છોડ્યા હતા.

છેલ્લા કેટલાક સમયથી અદાણીની નેટવર્થ ખુબ ઝડપથી વધી છે. દુનિયાભરના શેર બજારોમાં વેચાવલીના દોરમાં પણ અદાણીની મિલ્કત સતત વધી રહી છે. બ્લૂમબર્ગ ઈન્ડેક્સ મુજબ અદાણી ટોપ 10 અમીરોની યાદીમાં એકમાત્ર એવા વ્યક્તિ છે જેમની સંપત્તિ છેલ્લા 24 કલાક દરમિયાન વધી છે. આ દરમિયાન અદાણીની નેટવર્થમાં 1.2 બિલિયન ડોલરની સંપત્તિનો વધારો થયો છે. આ વર્ષની વાત કરીએ તો અદાણી માટે આ વર્ષ ખુબ જ શુકનવંતુ સાબિત થયું. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અદાણીની સંપત્તિ 60.9 બિલિયન ડોલર વધી ચૂકી છે. 

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments