Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આફતનો વરસાદ વરસ્યો છે. જૂનાગઢ, ગીરસોમનાથ, દ્વારકા અને ઘેડ પંથકમાં વરસાદે તારાજી સર્જી છે. હવામાન વિભાગ દ્વારા વધુ એક વખત વરસાદ મામલે આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. સાથે સાથે વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ અતિભાર વરસાદની સંભાવના જોવા મળી રહી છે.
જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના જણાવાયા અનુસાર સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે. જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ મેઘાડંબર રહેશે. આવતીકાલે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદ પડશે. ગાજવીજ અને તોફાની પવન સાથે નવસારી, વલસાડ, દમણમાં અતિભારે વરસાદ પડશે.
સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં વરસાદની શક્યતાને લઈને આગામી 5 દિવસ માછીમારોને પણ સલામતીના ભાગરૂપે દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠા વિસ્તારોમાં 45થી 60 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે. નોંધનીય છે કે બે દિવસ અગાઉ જ હવામાન વિભાગ દ્વારા ગુજરાતભરમાં વરાપ નીકળે તેઓ અણસાર વ્યક્ત કરાઈ હતી. અને માત્ર છુટ્ટા છવાયા વરસાદ અંગે જ જણાવાયુ હતું. જોકે ત્યારબાદ વાતાવરણમાં એકાએક પલટો આવતા હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત