Homeગુર્જર નગરીઅમદાવાદઃ પત્નીએ પતિ પર ભાઈ-બહેન વચ્ચે આડાસંબંધનો લગાવ્યો આરોપ, પતિની આત્મહત્યા

અમદાવાદઃ પત્નીએ પતિ પર ભાઈ-બહેન વચ્ચે આડાસંબંધનો લગાવ્યો આરોપ, પતિની આત્મહત્યા

Team Chabuk-Gujarat Desk: અમદાવાદના કૃષ્ણનગરમાં પતિ-પત્ની વચ્ચેનો વિખવાદ આત્મહત્યા સુધી પહોંચ્યો. પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા છૂટાછેડાની વાત આવી હતી અને મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જો કે, કોર્ટમાં પત્નીએ પતિ પર પતિની જ સગી બહેન સાથે આડાસંબંધ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો. દાવો છે કે, આરોપ સહન ન થતા પતિએ ગળેફાંસો લગાવી જીવન ટૂંકાવી લીધું છે.

ફરિયાદી મૃતકની બહેને આરોપ લગાવ્યો છે કે, તેનો ભાઈ ભાનુપ્રસાદ સોલંકી (રહે.ગંગા એપાર્ટમેન્ટ, જીડી હાઈસ્કુલ,સૈજપુર)ના લગ્ન નીરૂબેન સવજીભાઈ રાઠોડ (રહે આદિત્યનગર સોસાયટી, બાપુનગર) સાથે 2011માં થયા હતા જેમને સંતાનમાં એક દીકરો છે. પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હતા.જેને લઈને નીરુબેન ભાનુપ્રસાદ વિરુદ્ધ મહિલા પોલીસમાં તેમજ ભરણપોષણનો કેસ ત્રણ વર્ષ પહેલા કર્યો હતો. જે કોર્ટમાં ચાલુ છે.

આ દરમિયાન ઘરેલુ હિંસાના કેસની કોર્ટની મુદત હોઈ ગઈ તા 9 જુલાઈના રોજ કોર્ટમાં નીરૂબેન અને મંજુલાબેને ભાનુપ્રસાદને તેની બહેન ભારતીબેન સાથે આડાસબંધ છે તેવુ કહીને અપશબ્દો બોલી હતી. તો ભાનુપ્રસાદના સાળા રાજેશ અને મંજુલાના પુત્રે જીગ્નેશે પણ ભાઈબહેન વચ્ચે આડાસબંધ છે તેમ કહીને ઝઘડો કર્યો હોવાનો દાવો છે.

Ahmedabad

આરોપ છે કે, આ દરમિયાન સાળાએ બંનેને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ ઘટના બાદ ઘરે આવ્યા બાદ ભાનુપ્રસાદ માનસિક તણાવમાં રહેતો હતો અને તેને બહેન સાથે આડાસબંધ છે તે બાબતનું મનમાં લાગી આવતા તેણે ગઈ તા 23 જુલાઈના રોજ રાતે પોતાની જાતે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે ભારતીબેને તેમના ભાઈને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા કરવા બદલ નીરુબેન રાઠોડ. મંજુલાબેન પુરબિયા, રાજેશ રાઠોડ અને જીગ્નેશ પુરબિયા વિરુદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments