Team Chabuk-Gujarat Desk: નવસારીમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. 10 ઇંચથી વધુ વરસાદ વરસતા જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે. નવસારી તાલુકમાં રાત્રે છ કલાકમાં જ 10 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદથી નવસારીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નીચાણવાળા રસ્તા અને ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદના કારણે નવસારી માછી માર્કેટમાં પાણી ભરાયા હતા. માર્કેટમાં ઘૂંટણ સુધી પાણી ભરાઇ ગયા હતા.
ભારે વરસાદથી પૂર્ણા નદીની જળસપાટી વધતા નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ જાહેર કરાયું હતું. રાત્રે અનેક પોશ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. નવસારીના કાલીયાવાડીના આદર્શનગર, શાંતિવન સોસાયટી, ભૂતફળિયા અને રાજીવનગરમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. અનેક પરિવારો સ્થળાંતર કરવા મજબૂર બન્યા હતા.
ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ને તમામ શાળામાં રજા જાહેર કરી છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે નવસારીમાંથી પસાર થતી નદીઓમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે.

નવસારી શહેરના મધ્યમાં આવેલા કુંભાર વિસ્તારમાં રાત્રી દરમિયાન વરસાદી પાણી ભરાતા સ્થાનિક દુકાન અને ઘરોમાં ઘૂંટણ સમા પાણી ભરાતા લોકો રાત્રીના સમય દરમિયાન પાણીમાં રાત વિતાવવાનો વારો આવ્યો છે. જ્યારે બંધ પડેલી દુકાનોમાં પણ પાણી પ્રવેશવાની કારણે દુકાનમાં મુકેલા માલ સામાનને પણ ભારે નુકસાન થવાની સંભાવના સેવાઈ રહી છે. જ્યારે દુધિયા તળાવથી સુશોષા હોસ્પિટલ જવાનો રસ્તો વરસાદી પાણી ભરાવાને કારણે બંધ કરવામાં આવ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત