Homeગુર્જર નગરીરાજકોટઃ જન્મદિવસે જ હાર્ટએટેકના કારણે મોત, રોટલી બનાવતા-બનાવતા પતિની બાજુમાં ઢળી પડ્યા

રાજકોટઃ જન્મદિવસે જ હાર્ટએટેકના કારણે મોત, રોટલી બનાવતા-બનાવતા પતિની બાજુમાં ઢળી પડ્યા

Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં વધુ એક મહિલાના ધબકારા અચાનક જ થંભી ગયા. શહેરમાં વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી છે, જેમાં એક પરણિતાનું મોત થયું છે. મળતી માહિતી મુજબ નિશીતાબેન રાઠોડ નામના પરિણીતાનું તેમના જન્મ દિવસે જ હાર્ટએટેકથી મોત થયું હતું.

શહેરના આજી ડેમ ચોક પાસે આવેલા અનમોલ પાર્ક-1માં રહેતા સૌરાષ્ટ્રના જાણીતા ડીજે ધર્મેશભાઈ ઉર્ફે અકકી રાઠોડના પત્ની નિશીતાબેન રાઠોડ (ઉ.વ.36) બુધવારે બપોરે પોતાના ઘરે રોટલી બનાવતા હતા. ત્યારબાદ અચાનક જ તબિયત લથડતા પતિની બાજુમાં જ બેભાન થઈ ઢળી પડયા હતા.

નીશિતાબેનને તાત્કાલિક 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જયાંથી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જોકે, ત્યાં સુધીમાં બહું મોડું થયું હતું.

મહત્વનું છે કે, બુધવારે જ નિશીતાબેનનો 36મો જન્મદિવસ હતો, જે તેમનો અંતિમ દિવસ પણ બની ગયો હતો. નિશીતાબેનને સંતાનમાં એક બાર વર્ષની અને સાત વર્ષની પુત્રી છે.

Heart Attack on Birthday

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડયો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ગર્ભાશયની કોથળી ફાટી જતા હદયરોગનો હુમલો આવવાથી મોત થયાનું ખુલ્યું હતું. તેમજ નિશીતાબેનને અન્ય કોઈ બીમારી ન હોવાનું પણ રિપોર્ટમાં સામે આવ્યું હતું.

હાર્ટ એટેક આવવાના કારણો

સ્ટ્રેસ લેવોઃ વધુ પડતો સ્ટ્રેસ લેવુએ હાર્ટ એટેકનું મુખ્ય કારણ છે. હાલના સમયમાં લોકોમાં સ્ટ્રેસ (તણાવ) વધ્યો છે. આર્થિક, પારિવારિક કારણો, પરિવારમાં કોઈનું આકસ્મિક મૃત્યુ, સમયનો અભાવ કે અન્ય કારણોસર તણાવ વધ્યો છે. જે હાર્ટ એટેકનું મોટું કારણ છે. હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે.

પૂરતી ઊંઘ ન લેવીઃ પૂરતી ઊંઘ ન મળવાથી કે લેવાના કારણે હાર્ટ એટેકના કેસમાં પણ વધારો થયો છે. આજકાલ વધુ પડતા સ્ટ્રેસ કે અન્ય કારણોસર પૂરતી ઊંઘ નથી આવતી. જેના કારણે હાર્ટ એટેકના કેસમાં પણ વધારો થયો છે.

ખરાબ ડાયેટઃ આજકાલ લોકો હેલ્ધી ડાયટ નથી લેતા. ફાસ્ટ ફૂડનું સેવન ઝડપથી વધ્યું છે. બજારમાં તળેલી વસ્તુઓ વધુ ખાવાથી હાર્ટ એટેકના કેસ પણ વધી ગયા છે.

જેનેટિક કારણોઃ પરિવારમાં જો કોઈ વ્યક્તિનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોય, તો તેમણે વધુ સતર્ક રહેવાની જરૂર છે. હાર્ટ એટેકનું મુખ્ય કારણ જીનેટિક્સ છે. તેથી, જો તમારા પરિવારમાં કોઈનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોય, તો તમારી જાતનું વિશેષ ધ્યાન રાખો.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments