Team Chabuk-Gujarat Desk: રાજકોટ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના પગલે વિવિધ જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની આવક થઈ છે, જે મુજબ, મોજ ડેમમાં ૦.૯૮ ફૂટ, ફોફળ ડેમમાં ૦.૨૦ ફૂટ, વેણુ-૨ ડેમમાં ૦.૧૬ ફૂટ, આજી-૧માં ૧.૨૧ ફૂટ, આજી-૩માં ૨.૧૦ ફૂટ, ડોંડી ડેમમાં ૬.૫૬ ફૂટ, ગોંડલી ડેમમાં ૪.૪૩ ફૂટ, વાછપરી ડેમમાં ૦.૮૯ ફૂટ, વેરી ડેમમાં ૪.૧૭ ફૂટ, ન્યારી-૧ ડેમમાં ૦.૬૬ ફૂટ, ન્યારી-૨ ડેમમાં ૨.૧૩ ફૂટ, મોતીસર ડેમમાં ૦.૬૬, ખોડાપીપર ડેમમાં ૪.૯૨ ફૂટ, લાલપરીમાં ૦.૬૬ ફૂટ, છાપરવાડી-૧ ડેમમાં ૨.૩૦ ફૂટ, છાપરવાડી-૨ ડેમમાં ૦.૬૬ ફૂટ, ઈશ્વરીયા ડેમમાં ૩.૬૧ ફૂટ, કરમાળ ડેમમાં ૨.૯૫ ફૂટ, ભાદર-૨ ડેમમાં ૦.૩૩ ફૂટ નવા પાણીની આવક થઈ છે.
રાજકોટ જિલ્લાના વિવિધ જળાશયોના જળસ્ત્રાવ વિસ્તારના કેચમેન્ટ વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. જે મુજબ, ભાદર ડેમમાં ૧૦ મિ.મિ., ફોફળ ડેમમાં ૧૬ મિ.મિ., આજી-૧ ડેમમાં ૭૫ મિ.મિ., આજી-૨ ડેમમાં ૧૧૦ મિ.મિ., આજી-૩ ડેમમાં ૧૨૫ મિ.મિ., સોડવદરમાં ૧૫ મિ.મિ., સુરવોમાં ૧૮ મિ.મિ., ડોંડીમાં ૬૫ મિ.મિ., ગોંડલીમાં ૫૦ મિ.મિ., વાછપરીમાં ૬૫ મિ.મિ., વેરીમાં ૬૦ મિ.મિ., ન્યારી-૧ ડેમમાં ૬૩ મિ.મિ., ન્યારી-૨ ડેમમાં ૧૦૦ મિ.મિ., મોતીસર ડેમમાં ૯૫ મિ.મિ., ફાડદંગ બેટી ડેમમાં ૨૦ મિ.મિ., ખોડાપીપરમાં ૧૩૫ મિ.મિ., લાલપરીમાં ૧૫૫ મિ.મિ., છાપરવાડી-૧ ડેમમાં ૬૦ મિ.મિ., છાપરવાડી-૨ ડેમમાં ૧૪ મિ.મિ., ઇશ્વરીયા ડેમમાં ૯૦ મિ.મિ., કરમાળ ડેમમાં ૭૦ મિ.મિ., ભાદર-૨ ડેમમાં ૧૧ મિ.મિ., કર્ણુકી ડેમમાં ૪૫ મિ.મિ., ઘેલો સોમનાથમાં ૫ મિ.મિ., માલગઢ ડેમમાં ૨૦ મિ.મિ. વરસાદ થયો છે, તેમ રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમની યાદીમાં જણાવાયું છે.
આજી-૩ ડેમના ૭ દરવાજા ૦.૪૧૬ ફુટ ખોલવામાં આવ્યા
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના આજી -૩ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક ચાલુ છે. આ ડેમના ૭ દરવાજા ૦.૪૧૬ ફૂટ ખોલવામાં આવ્યા છે. આ ડેમના નિચાણવાળા વિસ્તારમાં આવેલા પડધરી તાલુકાના ખજૂરડી, થોરીયાડી, ખીજડીયા મોટા, ટંકારા તાલુકાનું ખાખરા, જોડીયા તાલુકાના બોડકા, જસાપર, જીરાગઢ, મેઘપર, પીઠડ, રસનાળ, ટીંબડી, ધ્રોલ તાલુકાના મોડપર, ધરમપુર, સાગડીયા, સધાધુના, દેડકદડ ગામોના લોકોએ નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
