Homeગુર્જર નગરીરસ્તા પરથી રિક્ષા પસાર થઈ રહી હતી અને અચાનક પીપડાનું ઝાડ પડ્યું,...

રસ્તા પરથી રિક્ષા પસાર થઈ રહી હતી અને અચાનક પીપડાનું ઝાડ પડ્યું, એક યુવતી સહિત ત્રણના મોત, ત્રણ ઈજાગ્રસ્ત

Team Chabuk-Gujarat Desk: ગાંધીનગરના દહેગામ તાલુકાના સોલંકીપુરા નજીક એક મોટી દુર્ઘટના સર્જાઇ. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત થયા. ગાંધીનગર તરફ જતી ચાલુ રિક્ષા પર પીપળાનું તોતિંગ ઝાડ પડતાં એક યુવતી સહિત ત્રણ લોકો દટાયા હતા. ઝાડ એટલું વિશાળ હતું કે રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અને ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મુસાફરોથી ભરેલી ગાંધીનગર તરફ જઇ રહેલી રિક્ષા પર વિશાળકાય પીપળાનું વૃક્ષ ધરાશાયી થયું હતું. રિક્ષામાં કુલ 6 લોકો સવાર હતા જેમાંથી ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.

દુર્ઘટનામાં મગોડી ગામની બે વ્યક્તિ તેમજ પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામની એક વ્યક્તિનું મોત થયું. મૃતકોમાં દેવીપૂજક હીનાબેન(ઉ.વ.18, રહે. મગોડી), બારોટ ડાહ્યાભાઇ ભલાભાઇ (ઉ.વ.65, રહે.મગોડી) અને દેવીપૂજક વિપુલ રાજેશ (રહે.વાઘપુર, પ્રાંતિજ)નો સમાવેશ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments