Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે વલસાડ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. વહેલી સવારે વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. વલસાડ તાલુકામાં 4 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ નદીની જે વહી રહ્યા છે. ધોધમાર વરસાદના પગલે અનેક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે. વલસાડ તાલુકામાં 158 મીમી, વાપીમાં 50 મીમી, પારડીમાં 80 મીમી વરસાદ વરસ્યો હતો.
ધોધમાર વરસાદના પગલે શહેરના છીપવાડ, એમજી રોડ, અબ્રામા વિસ્તાર, તિથલ રોડ, હાલર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. એમજી રોડ, નાની ખાત્રીવાડ સહિતના વિસ્તારોમાં આવેલી કાપડની દુકાનોમાં વરસાદી પાણી ભરાયા હતા. ભારે વરસાદના પગલે દુકાનદારોને પોતાની દુકાનનો સામાન સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. અનેક વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ચાર કલાકમાં જ છ ઈંચ વરસાદ ખાબકતાં અનેક જગ્યાએ પાણી ભરાય જતાં પાલિકાની પ્રિ મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉભા થયા હતા.
વલસાડ જિલ્લામાં પડેલા વરસાદના આંકડા
| વલસાડ | 158 મીમી |
| વાપી | 50 મીમી |
| પારડી | 80 મીમી |
| ધરમપુર | 23 મીમી |
| કપરાડા | 09 મીમી |
| ઉમરગામ | 04 મીમી |
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
