Team Chabuk-National Desk: આવતીકાલથી એટલે કે 1 જુલાઈથી જનતાને સ્પર્શતા અનેક નિયમો બદલાઈ જશે. અનેક નિયમોમાં આવતીકાલથી ફેરફાર થવા જઈ રહ્યા છે. જેની સીધી અસર લોકોના જીવન અને ખિસ્સા પર પડશે. મુખ્ય ફેરફારોમાં રોકાણના નવા નિયમોનો અમલ અને એલપીજી, સીએનજીની કિંમતોમાં ફેરફાર સહિત ઘણી બાબતોનો સમાવેશ થાય છે.
એલપીજીના ભાવ વધશે !
સરકારી પેટ્રોલિયમ કંપનીઓ દર ૧૫ દિવસે એલપીજીના ભાવની સમીક્ષા કરતી હોય છે અને વૈશ્વિક બજારના ભાવ અનુસાર તેની કિંમતમાં વધારો અથવા ઘટાડો કરે છે. 1 જુલાઈના રોજ, તેમની કિંમતોમાં ફેરફાર થશે જે વધી અથવા ઘટી શકે છે. કંપનીઓ સ્થાનિક એલપીજી અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડર બંનેની કિંમતોની સમીક્ષા કરે છે.
સરકારી કંપનીઓ પણ એલપીજીની જેમ CNG એટલે કે પ્રકપ્રેસ્ડ નેચરલ ગેસના ભાવમાં ફેરફાર કરી શકે છે. જો કે 2022માં સીએનજીના ભાવમાં ૧૨ વખત વધારો કરવામાં આવ્યો છે. પરંતુ કંપનીઓ 1 જુલાઈના રોજ ફરીથી તેની કિંમતોમાં ફેરફાર કરી શકે છે. સીએનજી સિવાય એર ફયુઅલની કિંમતોમાં પણ વધારો થઈ શકે છે.
ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ પર ટીડીએસ 1 જુલાઈ, 2022 પછી, જો ક્રિપ્ટોકરન્સી માટે એક વર્ષમાં 10000 રૂપિયાથી વધુનો ટ્રાન્ઝક્શન થશે, તો તેના પર એક ટકા ચાર્જ લાગશે આવકવેરા વિભાગે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ (VDA) માટે TDS નિયમોની સૂચના જારી કરી છે. તમામ NFT અથવા ડિજિટલ કરન્સી તેના દાયરામાં આવશે.
ભેટ પર પણ TDS બદલાશે
1 જુલાઈથી, વ્યવસાય દ્વારા પ્રાપ્ત ભેટો પર 10 ટકાના દરે TDS ચૂકવવો પડશે. આ ટેક્સ સોશિયલ મીડિયા પ્રભાવકો અને ડોક્ટરો પર પણ લાગુ થશે. જ્યારે કંપની દ્વારા આપવામાં. આવેલી માર્કેટિંગ પ્રોડકસ જાળવી રાખે છે ત્યારે સોશિયલ મીડિયા પ્રભાવકોએ TDS ચૂકવવો પડશે જો ઉત્પાદન પરત કરવામાં આવશે તો TDS વસુલવામાં આવશે નહીં. કંપનીઓ અને મેડિકલ રિપ્રેઝન્ટેટિવ્સ તરફથી મળેલી ગિફટ્સ પર ડોકટરોએ પણ TDS ચૂકવવો પડશે.
કેવાયસી વિના ડીમેટ એકાઉન્ટ ફીઝ કરવામાં આવશે
ડીમેટ એકાઉન્ટ અને ટ્રેડિંગ એકાઉન્ટ માટે KYC કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2022 છે. જે ખાતામાં eKYC નહીં હોય તે નિષ્ક્રિય થઈ જશે અને 1 જુલાઈથી આવા ખાતાઓ દ્વારા શેરબજારમાં ટ્રેડિંગ થઈ શકશે નહીં. ડીમેટ ખાતામાં રાખેલા શેર અને સિકયોરિટીઝ પણ ઉપાડવા જરૂરી છે.
આધાર-PAN લિંક પર દંડ બમણો થશે પાન કાર્ડ અને આધાર કાર્ડને દંડ સાથે લિંક કરવાની છેલલી તારીખ 30 જૂન 2022 છે. આ કામ 30 જૂન સુધી પૂર્ણ કરવા પર 500 રૂપિયાનો દંડ લાગશે, પરંતુ જો તમે 1 જુલાઈ 2022 પછી PANને આધાર સાથે લિંક કરશો તો તમારે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે.
AC વધુ મોંઘા થશે
બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સીએ 1 જુલાઈથી AC માટે એનર્જી રેટિંગ નિયમોમાં ફેરફાર કર્યો છે. આ સાથે, ACની કિંમતોમાં 10% સુધીનો વધારો થઈ શકે છે. વાસ્તવમાં, નવા નિયમ પછી, ACનું ૫ સ્ટાર રેટિંગ 4 સ્ટારમાં બદલાઈ જશે. આ સિવાય હીરો મોટોકોર્પ સહિત કેટલાક ટુ-વ્હીલર્સની કિંમતો પણ વધી શકે છે. કંપનીએ આ બાઇકની કિંમતમાં 3000 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
