Team Chabuk-Gujarat Desk: છેલ્લા 72 દિવસથી જેલની હવા ખાઈ રહેલા લોક સાહિત્યકાર દેવાયત ખવડને લઈને રાહતના સમાચાર આવ્યા છે. અંતે દેવાયત ખવડને જામીન મળી ગયા છે. ગુજરાત હાઈકોર્ટે દેવાયત ખવડના જામીન મંજૂર કર્યા છે. 6 મહિના સુધી રાજકોટમાં પ્રવેશ ન કરવાની શરતે ગુજરાત હાઈકોર્ટે દેવાયત ખવડના જામીન મંજૂર કર્યા છે. આમ 72 દિવસના જેલ વાસ બાદ દેવાયત ખવડના જામીન મંજુર થયા છે. હાઇકોર્ટમાં એડવોકેટ મેહુલ શાહ અને રાજકોટથી એડવોકેટ અજય જોશી અને સ્તવન મહેતાની દલીલોને ધ્યાને લઈ હાઈકોર્ટે શરતી જામીન મંજુર કર્યા છે.
મહત્વનું છે કે, અગાઉ જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા દેવાયત ખવડ અને કાના રબારીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી. તે પહેલા પણ આ જ કેસના અન્ય આરોપી કિશન કુંભારવાડીયાના રેગ્યુલર જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા. મયુરસિંહ રાણા પર હુમલો કરવાના કેસમાં ત્રણેય આરોપીઓની રેગ્યુલર જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી.
શું છે મામલો ?
ગત 7 ડિસેમ્બરના રોજ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા નામની વ્યક્તિ પર દેવાયત ખવડ સહિત બે વ્યક્તિઓએ હુમલો કર્યો હતો. તેમજ એક વ્યક્તિ તેમની મદદગારીમાં હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. જે અંતર્ગત પોલીસ એક તાત્કાલિક અસરથી આઇપીસીની કલમ 307 સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
ગુનો નોંધાયા બાદ દેવાયત ખવડ ભુગર્ભમાં ઉતરી ગયો હતો. આ દરમિયાન દેવાયત ખવડ દ્વારા આગોતરા જામીન અરજી પણ કરવામાં આવી હતી. તે બાબતનો કોર્ટ દ્વારા નિર્ણય આપવામાં આવે તે પૂર્વે જ દેવાયત ખવડ સામે ચાલીને ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો હતો. દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થતા અન્ય બે આરોપીઓ કિશન કુંભારવાડીયા અને કાનો રબારી પણ એ ડિવિઝન પોલીસ સમક્ષ હાજર થયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત