Homeદે ઘુમા કેશાર્દુલ ઠાકુરના લગ્નમાં ચહલના બદલે આ ક્રિકેટર સાથે જોવા મળી ધનશ્રી, અફેરની...

શાર્દુલ ઠાકુરના લગ્નમાં ચહલના બદલે આ ક્રિકેટર સાથે જોવા મળી ધનશ્રી, અફેરની ચર્ચાઓ શરૂ

Team Chabuk-Sports Desk: ભારતીય ક્રિકેટ ટીમના બોલર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રીના સંબંધોને લઈને ફરી એક વખત ચર્ચાઓ શરૂ થઈ છે. આ ચર્ચાઓ શરૂ થવાનું કારણ છે ગઈકાલની એક ઘટના. ગઈકાલે તારીખ 27 ફેબ્રુઆરીના રોજ ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરના લગ્નમાં યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી શ્રેયસ ઐયર સાથે જોવા મળી હતી.

ઠાકુર અને તેની ગર્લફ્રેન્ડ મિતાલીએ ગઈ કાલે મુંબઈમાં લગ્ન કર્યા હતા. શાર્દુલ ઠાકુરના લગ્નના એક ફોટોને કારણે ફરી એક વાર સોશિયલ મીડિયા પર ચહલ અને ધનશ્રીના લગ્ન સંબંધો ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં અને સમાચારોમાં વાઈરલ થઈ રહેલો ફોટો જોઈ ફેન્સના હોશ ઉડી ગયા હતા અને અનેક સવાલો પણ ઉઠયા છે. જણાવી દઈએ કે પહેલા પણ ધનશ્રીના અફેરની ખબરો સામે આવી છે. વાઈરલ થઈ રહેલા ફોટોમાં અન્ય ક્રિકેટરો સાથે ધનશ્રી પણ જોવા મળી રહી છે. આ ફોટોમાં શ્રેયસ અય્યર છે અને ચહલ નથી તેને કારણે ટ્રોલર્સને ચહલને ટ્રોલ કરવાની તક મળી હતી. આ પહેલા શ્રેયસ અય્યર અને ધનશ્રીના ડાન્સ વીડિયોને કારણે પણ અફેરની ચર્ચા થઈ રહી હતી. વચ્ચે એવી વાત પણ સામે આવી હતી કે ચહલ અને ધનશ્રી પોતાના સંબંધોનો અંત કરશે. આ ફોટોને કારણે ચહલ અને તેની પત્ની ફરી ટ્રોલ થઈ રહ્યાં છે.

શાર્દુલ ઠાકુરે મુંબઈમાં ગઈ કાલે 27 ફેબ્રુઆરીના રોજ પોતાની ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકર સાથે લગ્ન કર્યા હતા. બંને મરાઠી પરંપરા અનુસાર લગ્નના બંધનમાં બંધાયા છે. શાર્દુલ ઠાકુર લાંબા સમયથી ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકરને ડેટ કરી રહ્યો હતો. વર્ષ 2021માં તેમણે સગાઈ કરી હતી. શાર્દુલ ઠાકુરના લગ્નની અલગ અલગ સેરેમનીમાં રોહિત શર્મા અને તેમની પત્ની, શ્રેયસ અય્યર, ચહલની પત્ની ધનશ્રી સહિતના સ્ટાર્સ હાજર રહ્યાં હતા.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments